________________
૨૮૭
વૈરાગ્યને વિવેક પસંદ કર્યું હતું. એ મરવાની વૃત્તિને આખું જગત ફિટકારી જ કાઢે અને તેમણે આપઘાત કર્યો હતે એમ જ કહેત! પરંતુ તેમ જ માથા ઉપરની કાળી ટીલીને બચાવી લીધી હોય તો તે એક માત્ર તેમણે કરેલી વ્રતપચ્ચખાણાદિ પ્રવૃત્તિએ ! આપણે ચેડા મહારાજના કૃત્યને સારું ગણીએ છીએ તેનું કારણ એ જ છે કે તેમણે ધાર્મિક પ્રવૃત્તિઓ આદરી હતી, ત્યારે આજે તે આપણે સાધુપણું લેનારને કપાળે જ ટીલું તાણવાને માટે તૈયાર બની જઈએ છીએ. આવા ટીકાકારને પૂછી તે જુઓ કે ભાઈઓ; કોઈ છોકરો નાપાસ થઈને કુવામાં કે દરિયામાં પડ્યો હોય તેમને તમે કદી દુ:ખગર્ભિત વૈરાગ્ય કહ્યો છે ખરે? કદી નહિ !!
તમારા જેવા બધા નથી. સ્ત્રીઓ ખૂણે પાળે છે, ન્યાતજાતમાં જવાઆવવાનું છોડી દે છે અને મિષ્ટાન્ન આદિનો ત્યાગ કરે છે તેને તમે દુઃખગર્ભિત વૈરાગ્ય કહેવાને તૈયાર નથી પરંતુ જે કેઈએ વ્રત લીધું કે કેઈએ સાધુતા ધારણ કરી તો તરત જ તેના કપાળમાં દુખગર્ભિતતાનું ટીલું કરવાને માટે આપણું અંગુઠે મેંશ તૈયાર હોય જ! કઈ વ્રત ન લે તે તેને તમારે મેંશને ચાંદલે કરવો નથી. કેઈ સ્ત્રી પણ સાથે લડીને કૂવામાં પડે તેને તમે દુઃખગર્ભિત કહેતા નથી પરંતુ જે કેઈએ વ્રતપચ્ચક્ખાણની પ્રવૃત્તિ હાથ ધરી કે ટીકાકારોને ડાઘિયો હાથ કાળી ટીલી કરવાને તૈયાર જ છે! તમારે તે પ્રયોજન જ ન હોય તે પણ દુ:ખગર્ભિતની કાળી ટીલી કરવી છે ત્યારે શાસ્ત્રકારો તે વિવેકવૃત્તિ રાખીને પણ એ કાળી ટીલીમાંથી બચાવી લે છે
- ચેકબું મિથ્યાત્વ. ચેડા મહારાજાને જે સંકટ પડયું તેવું સંકટ તમારા તે ખ્યાલમાં પણ આવી શકે તેવું નથી. તમારી કલ્પનામાં પણ એ વાત આવી શકવાની નથી કે એમને પડેલું સંકટ અને એમનું થયેલું અપમાન કેવું ગંભીર હતું અને આવા પ્રચંડ સંકટથી પ્રેરાઈને જ ચેડા મહારાજ આત્મત્યાગ કરવા પ્રેરાયા હતા! છતાં તેમણે વ્રતપચ્ચકખાણાદિમાં