________________
વૈરાગ્યનો વિવેક
૨૮પ અને તેને પરિણામે જ તેમણે દીક્ષા લીધી હતી. છતાં શાસ્ત્રકારો તેને દુઃખગર્ભિત વૈરાગ્ય કહેવાને તૈયાર થયા નથી અને આજના બહોલાઓ મોટા છાપામાસ્તર થઈ ગયા છે. તેઓ તરત કહી દે છે. કે “અમથાચંદે તે તે મરી ગયે એટલે દીક્ષા લીધી છે ને ? એ તો દુઃખગર્ભિત વૈરાગ્ય છે.” જુઓ આ આજના પંડિતની પ્રખર પંડિતાઈ?"
હવે અહીં વિચારે કે શાસ્ત્રકારોએ આ સ્થિતિમાં પણ ચેડા મહારાજના વૈરાગ્યને દુઃખગર્ભિત વૈરાગ્ય કેમ નથી કહ્યો? શ્રીમાન. ચેડા મહારાજાના આ કાર્યને દુઃખગર્ભિત વૈરાગ્ય એવું નામ શાસ્ત્રકાર, મહારાજાએ શા માટે નથી આપતા તેના મર્મને જરા વિચાર કરો.
ત્યાં ધમને નિશ્ચય હતો. શ્રીમાન્ ચેડા મહારાજ ગળે શીલા બાંધીને મરણને માટે પડયા. એ વાત તે સાચી છે. પરંતુ એમ કરતાં પહેલાં તેમણે વ્રત પચ્ચકખાણ કીધાં હતાં, પાપ સરાવવાનું કર્યું હતું. તેથી જ તેમણે કરેલા. કાર્યને ધર્મતત્વને જાણનારા શાસ્ત્રકાર મહારાજાઓએ દુ:ખગર્ભિત વૈરાગ્ય કહ્યો નથી ! હવે તમે વિચાર કરે કે અહીં આત્મઘાતમાં. અને ચેડા મહારાજની સ્થિતિમાં શું તફાવત છે? તફાવત માત્ર એટલે. જ છે કે ચેડા મહારાજ એમ ને એમ કુવામાં પડયા ન હતા, પરંતુ ત્રત પચ્ચકખાણ, આલેચન, નિંદન, ગહન એ સઘળું કરી તત્પશ્ચાત. જ તેમણે પૃપાપાત કર્યો હતે. વ્રતપશ્ચકખાણની જે પ્રવૃત્તિ ચેડા મહારાજે કરી હતી તે જ કારણથી તેમને વૈરાગ્ય દુખગર્ભિત ગણાય, ન હતે ! અર્થાત્ આ ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે વ્રત પરચખાણાદિની સપ્રવૃત્તિ એ દુખગર્ભિતપણાને ટાળનારી જ છે.
આજે જેઓ દુ:ખગર્ભિતતાની વાત કરે છે તેવાની મનાસ્થિતિને તમારે ખ્યાલ કરવાની જરૂર છે. કોઈ માણસ ત્રતપચ્ચક્ખાણમાં આવે છે એટલે તરત જ આજના ટીકાકારો ચાંદલે ચેડી દેવા તૈયાર જ છે! સામાન્ય અવસ્થા હોય, રાજવૈભવ તે દૂર રહ્ય પણ સાધારણ દશા હેય, ખાધેપીધે સુખ હોય, બીજી કાંઈ દુરાવસ્થા ન હોય અને તે વિરતિ લે તે પણ આપણે બટકબાલા ટીકાકાર તરત તેને કપાળે.