________________
વૈરાગ્યને વિવેક
૨૮૩ પદાર્થ અથવા એ સ્થિતિ અશકય છે એટલે તેને ત્યાગની પ્રતિજ્ઞા થતી નથી અને તેના ત્યાગની પ્રતિજ્ઞા કરીને તે પ્રમાણે પ્રવર્તાતું નથી એ સ્થિતિમાં ઈષ્ટ પદાર્થોથી દૂર રહેવું એ દુઃખગર્ભિત વૈરાગ્ય છે. પરંતુ.
જ્યાં એ પદાર્થોના ત્યાગની પ્રતિજ્ઞા કરવામાં આવે છે અને તે પ્રતિજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ પણ થાય છે એટલે ત્યાંથી દુઃખગર્ભિતપણું ઊડી જાય. છે. પછી વૈરાગ્યને માર્ગે જે પ્રવૃત્તિ થાય, સાધુત્વને માગે જે પ્રવૃત્તિ થાય તે પ્રવૃત્તિ અથવા તે સાધુતાને આપણે કઈપણ રીતે દુઃખગર્ભિત વૈરાગ્ય કહી શકતા નથી.
કેણિક અને ચેડા મહારાજા મગધનરેશ શ્રેણિક મહારાજ અને ચેડા મહારાજાને પ્રસંગ અહીં વિચારવાની ખાસ જરૂર છે. ચેડા મહારાજને ઘણું પુત્રીઓ હતી, તેમાં ચલણું અત્યંત સ્વરૂપવતી હતી. શ્રેણિક મહારાજ પોતાના પુત્ર અભયકુમારની સહાયતાથી ચેલણને પરણી શક્યા હતા. શ્રેણિક મહારાજને ચેલણથી હલ્લ, વિહલ અને કેણિક એવા ત્રણ પુત્રો જમ્યા હતા. મહારાજા શ્રેણિકને રાજમુકુટ શ્રેણિક પછી કેણિકને માથે મુકાયો હતો અને શ્રેણિકની એક દેવી મેતીની માળા તથા એક દૈવી સિંચાણે હાથી રાજકુમાર હલ્લ–વિહલ્લને મળ્યા હતા. એ માળા પહેરવાની એક વખતે કેણિકની પત્નીને ઈચ્છા થઈ! હલ્લ– વિહલ્લ પાસે હાર માગ્યું. પણ તેમણે આપવાની ના પાડી દીધી અને તેથી હલ્લ–વિહલ્લને મહારાજા કેણિક સાથે વેર બંધાયું. કણિકના ભયથી હલ્લ–વિહલ્લ પોતાના માતામહ ચેડા મહારાજને ત્યાં પહોંચી ગયા. કેણિકને ખબર પડી કે હલ્લ–વિહલ્લને મહારાજા ચેડાએ આશ્રય આપે છે એટલે તે જ ક્ષણે મહારાજા કોણિ કે ચેડા મહારાજને હલ્લવિહલ્લને પિતાને સોંપી દેવાનું ફરમાન કર્યું પરંતુ ચેડા મહારાજે આ ફરમાન સ્વીકારવાની ના પાડી અને તેમણે શરણે આવેલા હલ્લ-વિહલ્લને સોંપી દેવાની કેણિકને ના પાડી દીધી.
- ભયંકર વિશ્વયુદ્ધ : કેણિકને આ વાતની માહિતી થતાં જ તેણે સૈન્ય લઈને ચેડા
મિક દેવી કામક વખતે તેમાં આર ધારું