________________
૨૮૨
આનંદ પ્રવચન દર્શન છે એ પણ દુઃખગર્ભિત વૈરાગ્ય છે. આ સઘળા રંગનું બહુ જ સૂકમપણે અવલોકન કરે. અને તેમાંથી એ વસ્તુ શેધી કાઢો કે આ દુખગર્ભિત વૈરાગ્યવાળાને સાંસારિક વસ્તુઓ ઉપરથી મોહ દૂર થયો છે કે નહિ? બાપ પાસે લાખ રૂપિયાની પૂજી હોય. બાપ નવી બાયડી પરણી લાવે અને તે બાયડીને છોકરો થાય. હવે બાપ બે ભાઈઓ વચ્ચે પોતાની પૂંજી વહેંચતાં નવીને છોકરાને પણ લાખ આપે અને જૂનીના છોકરાને પ લાખ આપે આ વખતે પિતાના આ કાર્યથી કોરકત બનેલે જૂનીને દીકરો બધા જ પૈસાને ત્યાગ કરીને એક પણ પૈસે લીધા વિના ઘર ત્યાગીને ચાલ્યો જાય, એ પ્રસંગની મહત્તા વિચારે.
ઇચ્છા છતાં ત્યાગ કરવો પડે છે. આ પ્રસંગમાં એ છોકરાને શું લક્ષ્મી ઉપર તિરસ્કાર આવ્યો છે એમ તમે કહેશે? નહિ જ ! જે કઈ સારો માણસ વચ્ચે પડે અને એના બાપને સમજાવીને એ મિલકતને સમાન રીતે વહેંચાવે તે પછી એ છેકરે પૈસા લેવાની ના પાડે ખરો કે નહિ જ. પિતાનો. યુવાન પુત્ર મરણ પામે અને યુવાન વધૂ વિધવા થાય એ સયાગેમાં માતા મિષ્ટાન્ન ત્યાગી દે છે પરંતુ ધારો કે દેવ સાક્ષાત્ થઈને પેલા છોકરાને સજીવન કરી આપે તો પછી પેલી માતા મિષ્ટાન્નને ત્યાગ કરે ખરી કે? ' કહેવાનો અર્થ એ છે કે આ છોકરાને તથા એ માતાને લક્ષ્મી કે મિષ્ટાન્ન ઉપર તે ત્યાગ આવેલ જ નથી, તેઓ મિષ્ટાન્ન અથવા લક્ષમી તે ઝંખે છે જ, પરંતુ સંસારના પ્રતિકૂળ સંગોની છાયાને લીધે જ એ પદાર્થોની તેમને ઈચ્છા છતાં તેમને એ પદાર્થોથી દૂર રહેવું પડે છે–એક રીતે કહીએ તે નિરૂપાયવશતાથી જ બળાત્કારે તેમને દૂર રહેવું પડે છે. આવી સ્થિતિમાં જ માત્ર દુઃખગર્ભિત વૈરાગ્ય કામ કરે છે.
દુઃખગર્ભિતપણું કયારે ઊઠી જાય અમુક પદાર્થ અથવા અમુક સ્થિતિ પ્રત્યે પ્યાર છે. પરંતુ એ.