________________
૨૮૦
_/\/
આનઃ પ્રવચન દુનિ તમે ફારસી વાંચનારાની પાસે વંચાવા અને તે માણસ તમાને એ કાગળ વાંચીને એમ કહી દે કે “તમારી વહુને પિયરમાં છે!કરા આવ્યા છે !” તે હવે ફારસી જાણનારાએ કાગળ વાંચીને કહેલા આ સમાચારમાં તમે જરાય શંકા લાવશે. ખરા ? આવા સ`યેગમાં જેણે ફારસી ભાષા જાણ્યા વિના જ તમેમાને કાગળ વાંચવાના ડેળ કરીને જે સમાચાર કહ્યા હતા તે સમાચાર કહેનારને તમે જૂઠે જ કહેશે કે બીજુ કાંઇ ? જે માણસ પાતે ફારસી જાણતા નથી છતાં ફારસી કાગળ વાંચીને તમારા કાકા મરી ગયા' એવું કહેનારાને તમે જાડે! અથવા ગપ્પીદાસ કહે! છે તે જ પ્રમાણે વરાગ્યને પણ જાણ્યા વિના જે વરાગ્યનુ સર્ટિફીકેટ આપી દે છે કે આ તા દુઃખગર્ભિત વૈરાગ્ય છે તે પણ જૂઠો અથવા ગપ્પીદાસ જ છે એમ કોઈ કહી દે તે! તેમ અતિશયાક્તિ જેવુ છે ખરુ કે ?
વરાગ્ય માટે હવે તા વરસે થયાં વાતે અને ચર્ચા ચાલ્યા જ કરે છે, છતાં દિલગીરીની વાત છે કે દુ:ખગર્ભિત વેરાગ્ય કેાને કહેવા તે સંબંધમાં પણ તમે કાંઈ જાણવાની તસ્દી જ લીધી નથી ! દુ:ખ િતનુ લક્ષણ તમે પાતે જ સમજી શકથા નથી, પરંતુ તમેએ દુઃખલિત એવું વાકથ સાંભળ્યું છે એટલે અચરે અચરે રામ”ની માફક તમે તે વાકય યાદ કરી રાખ્યું છે અને પ્રસંગ આવે છે એટલે એ પારકે શબ્દ તમે ચણી નાણાની પેઠે વાપરે જાઓ છે. આવી રીતના ચલણી નાણાને વાપરતાં પહેલાં એ સિક્કો સાચા છે કે બનાવટી છે તે જોવાની પણ તમે દરકાર રાખતા નથી.
દુ:ખભિ તપણાની છાપ કયારે ? દુ:ખગર્ભિત વૈરાગ્યના તમે તે એવે જ અર્થ કરી રાખ્યો છે કે જે કોઈ દુ:ખી થઈ ને સાધુપણાને ગ્રહણ કરે છે તે દુ:ખભિત વૈરાગ્ય છે. શાસ્ત્ર વેરાગ્યની તમારી આ વ્યાખ્યા સ્વીકારવાની ઘસીને ના પાડે છે ! એક સંબધી ખીજા સંબધીના ત્યાગ કરે, વેપારધંધામાં ભારે ખેાટ આવે, પૈસા ચાલ્યા જાય, નાકરી ચાલી જાય, સગાસંબધીના મરણુ નીપજે એવા ઘણા પ્રસંગે અથવા તે તેમના કોઇ એક