________________
વૈરાગ્યને વિવેક નાખીને પછી પાઘડી બાંધે છે. આ સઘળી દીક્ષાઓને જેઓ દુઃખગર્ભિત વૈરાગ્ય કહે છે, તેઓ સઘળા વૈરાગ્યનું માથું કાપી નાખીને જ પછી તેને પાઘડી બંધનારા છે.
સાધુપણુને તે તમે સારું માને છ-સાધુપણું ખરાબ છે એમ તમે માનતા નથી જ. પરંતુ આ રીતે તમે એ સાધુપણાની કિંમત હલકી જ પાડે છે એ વાત તમારે ખૂબ ખૂબ સમજી લેવાની જરૂર છે. તમને, પહેલાં તે અમુક વૈરાગ્યને દુખગર્ભિત કહેવાની સત્તા છે કે નહિ તે જ વિચારી જોવાની જરૂર છે. આપણે જાણીએ છીએ કે ચોથી ચોપડી ભણનાર છોકરે મેટ્રિક્યુલેશનની પરીક્ષા લઈને મેટ્રિક(એસ.એસ.સી.)ના વિદ્યાર્થીઓને પાસ કરી શકતા નથી. તે જ પ્રમાણે, અમુક વૈરાગ્યને દુ:ખગર્ભિત વૈરાગ્ય પણ તે જ કહી શકે છે કે જેને વૈરાગ્ય સંબંધીનું પૂરેપૂરું જ્ઞાન છે. મેટ્રિક્યુલેશનનાં પેપર તપાસવાને માટે યુનિવર્સિટી મેટ્રિક પાસ થયેલાઓને રેકતી નથી. અર્થાત્ મેટ્રિક પાસ થયેલાઓને પણ મેટ્રિકના વિદ્યાર્થીઓને પાસ નાપાસ કરવાને
અધિકાર યુનિવર્સિટી માન્ય રાખતી નથી, પરંતુ એ કાર્યને માટે નિષ્ણાત ગ્રેજ્યુએટોને જ તે પસંદ કરે છે. એ જ પ્રમાણે વૈરાગ્યની પણ પરીક્ષા કરવાનો અધિકાર છે તેવા જ પુરુષને છે કે જેઓ એ સબંધમાં પૂરેપૂરા નિષ્ણાત થયેલા છે. વૈરાગ્યથી સર્વથા અનભિન્ન માણસ વેરાગ્ય ઉપર પિતાને અભિપ્રાય પ્રગટ કરે છે તે આંધળો. સૂર્યનું વર્ણન કરે, અને વળી સૂર્યનું એ જ વર્ણન સાચામાં સારું છે એવું કહે તેના જેવું છે.
ઢગ લાંબો વખત ન ચાલે. કોઈ માણસ ફારસી ભાષા ન જાણતું હોય તેવાને કઈ વ્યક્તિ ફારસીમાં લખાયેલે કાગળ લઈને આપે અને કહે કે “ભાઈ આ કાગળ વાંચી આપ તે? હવે પેલો ફારસી ભાષાથી અજાણ્યા માણસ મઢા સામે કાગળ ધરી રાખે, તેને આમતેમ ઉથલાવે અને પછી. કલ્પિત સમાચાર ગઠવી કાઢીને કહી દે કે ‘મિસ્ટર, તમારો કાકો મરી ગયા છે. તો આ માણસને તમે કે કહેશે વારૂ? પણ એ જ કાગળ