________________
ધર.ગ્યને વિવેક
૨૮૨ પ્રસંગથી પ્રેરાઈને જે કઈ જગતને ત્યાગ કરવા માગે અગર દરિયામાં કે કૂવામાં ભૂકે મારીને આત્મહત્યા કરે તે ત્યાં તેને દુઃખગર્ભિત વેરાગ્ય છે.
હવે તમે વિચાર કરો કે આવા સ્થાન પર તમે કદી દુ:ખગર્ભિત વૈરાગ્ય એ શબ્દ વાપર્યો છે ખરો ? દુનિયા ત્યાગના આવા કાર્ય પર તમે સ્વપ્ન પણ દુ:ખગર્ભિત એ શબ્દ વાપરતા નથી. ઠીક, હવે દુનિયાત્યાગની વાત જવા દઈને જગતના ક્ષેત્રમાં પ્રવેશ કરો અને દુનિયાદારીમાં દુ:ખગર્ભિત વરાગ્ય કેવો હોઈ શકે છે તેને વિચાર કરો.
અહીં દુઃખગર્ભિતપણું છે. ધારો કે એક ત્રીસ પાંત્રીસ વર્ષની વિધવાકુલીન સ્ત્રી છે. આ સ્ત્રીને -અઢાર વર્ષને એક જ છોકરે છે. બાઈ છેકરાના ધામધૂમથી લગ્ન કરે છે અને પુત્રવધૂ લઈ આવે છે, અકસ્માત કર્મવશાત્ એવું બને છે કે આ બાઈને પેલો છોકરો મરણ પામે છે. પુત્રવધૂ વિધવા બને છે! આ ભયાનક સંકટથી શેક અને ચિંતા પામીને તે બાઈ સાદાં વસ્ત્રો પહેરવાનાં છોડી દે, કાળાં વસ્ત્રો પહેરવા માંડે, ન્યાતજાતમાં જવાઆવવાનું બંધ કરે, મિષ્ટાન્ન ઉપરથી તેને રાગ ઊતરી જાય, ઘરેણાં તેને અપ્રિય લાગે. આ સઘળી સ્થિતિનું કારણ શું છે તે વિચારે. પુત્રનું મૃત્યુ અને નવપરણિતા પુત્રવધૂની વિધવાવસ્થા. એ સઘળું પેલી બાઈના ત્યાગનું કારણ છે માટે એ પણ દુઃખગર્ભિત વૈરાગ્ય છે. કદાપિ એમ થાય કે પિતાની માતા મરણ પામે, પિતા બીજી સ્ત્રી લાવે, ઓરમાન માની સાથે ફાવટ ન આવે અને તેથી તેને દીકરો જુદું ઘર કરે, પિતાના ઘરનો ત્યાગ કરે અને સ્વતંત્ર થાય એનું નામ પણ દુઃખગર્ભિત વેરાગ્ય છે.
આ પ્રસંગની મહત્તા સમજે. કેાઈ સગાસંબંધીનું મૃત્યુ થાય છે ત્યારે ઘણા માણસો અમુક સમય સુધી મીઠાઈ ન ખાવાની, મેળાવડા મિજલસમાં ન જવાની અને આનંદ-ઉપભોગમાં સામેલ ન થવાની પ્રવૃત્તિ સ્વીકારે છે, કારણ કે નેહીના મરણને લીધે તેમને જીવ આનંદ ઉપરથી ઊઠી ગયેલ હોય