________________
આનંદ પ્રવચન દર્શન મહારાજ ઉપર ચઢાઈ કરી. જૈન ઇતિહાસકારે કહે છે કે કેણિક અને ચેડા મહારાજ વચ્ચે થયેલી આ લડાઈ એવી ભયંકર હતી કે જેની ભયંકરતા જગતનું કઈ પણ પ્રાચીન અર્વાચીન મહાયુદ્ધ તેડી શકયું નથી ! અને એ યુદ્ધમાં જેટલો જનસંહાર થયે હતું એટલે બીજા કોઈ પણ સંગ્રામમાં થવા પામ્યું નથી. આ યુદ્ધમાં ચેડા મહારાજ પરાજિત થયા હતા. વિજેતા થયેલા કેણિકને જય મળ્યું હતું. પરંતુ તે જે દેવી હાથી તથા દેવી હાર લેવા માંગતે હતો તે તે લઈ શકે નહિ, કારણ કે યુદ્ધમાં હાથી મરણ પામ્યા હતા અને હાર દેવેએ લઈ લીધું હતું. ક્રોધે ભરાયેલા કેણિકે ચેડા મહારાજની રાજધાની વિશાલા નગરી (વિદ્યમાન અધ્યા)ને નાશ કરી નાંખ્યો.
આ સમયે ચેડા મહારાજના અઢાર મિત્રરાજાઓ પણ કેણિકના બળથી ભય પામી નાસી ગયા હતા અને કેણિ કે ખંડિયેર કરેલી અધ્યા ઉપર પોતાનું વેર વાળવા હળે ગધેડાં જેડીને તે વડે આખી વિશાલાનગરી ખેરાવી નાખી હતી! એક રાજને માટે આ પ્રસંગ કાંઈ ઓછા સંકટને ન હતે. ચેડા મહારાજ આ દુઃખથી જ ગળે શિલા બાંધી ડૂબી મરવા માટે કૂવામાં પડયા હતા. અને આ પ્રચંડ સંકટ એક રાજાને માટે કાંઈ ઓછું ન હતું. આવા મહાસંકટમાં આવી પડેલા ચેડા મહારાજે જ્યારે જગત્ની નશ્વરતા જાણીને શ્રીમતી ભાગવતી દીક્ષા અંગીકાર કર્યો ત્યારે શાસ્ત્રકારોએ તે દીક્ષાને અને વૈરાગ્યને અનુમોદન જ આપ્યું હતું. આવા દુ:ખી પ્રસંગે થયેલી દીક્ષાને પણ શાસ્ત્રકારોએ દુ:ખગર્ભિત વૈરાગ્યની કટિમાં દાખલ કરી દીધી ન હતી !
આ દુઃખગર્ભિત વૈરાગ્ય નથી. ચેડા મહારાજાનું આ કૃત્ય કેવું છે તેને ફરી ફરી ખૂબ વિચાર કરો. છતાં આ વૈરાગ્યને પણ શ્રીમાન શાસ્ત્રકાર મહારાજાઓ દુઃખગર્ભિત વૈરાગ્ય કહેતા નથી. ચેડા મહારાજાને તે દૈવી સહાય હતી. તેમનું એક પણ બાણ ખાલી ન જાય એવું તેમને દેએ વરદાન આપ્યું હતું. આમ છતાં તેમને અતિભયંકર સંકટો વેઠવાં પડ્યાં હતાં