________________
પાંચ પ્રકારના ભાવ
૨૫૭
કૃષ્ણ, શ્રેણિક વગેરે કે જેએ રાણી માટે યુદ્ધો કરતા ચારી– હરણાદિ કરતા છતાં એ રાણીઓ પ્રત્રજ્યા લેવા તૈયાર થાય એટલે ખલાસ ! એમાં આડા તા પડે શાના ! પણ પોતે જ પૂરા ઠાઠમાઠથી પ્રત્રજ્યા અપાવતા. એક રાણી લાવવા માટે શ્રેણિકે વિશાળાનગરી સુધી સુરંગ ખાદાવી છે, અભયકુમાર સરખા (રાજ્યના આધાર) વેષ પલટાવી પરરાજ્યમાં રહેલ છે, અને એ રીતિએ રાજપુત્રીનું (ચેલણાનુ) હરણ કર્યુ છે. એ યુદ્ધમાં સુલસાના ખત્રીશ પુત્ર (મહા સુમટે) મરે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે આવા નૃપતિએ પણ પ્રત્રયાની વાત આવી, ધર્મારાધનની વાત આવી એટલે ચૂપ થઇ જતા : પેાતાની માતાની દિલગીરી દૂર કરવા દેવતાના આરાધનથી મેળવેલા ભાઈ (ગજસુકુમાલ)ને કૃષ્ણજી શી રીતે દીક્ષા અપાવી શકયા હશે ! કહે કે મર્દનું બીજું પગથિયું આવ્યુ. ત્યારે !
મિલકત તે કહેવાય કે જે સાથે લઇ જઈ શકાય. દેશી સ્ટેટમાં એ નિયમ હતા કે ત્યાં કમાયેલી મિલકત બીજે લઈ જવાતી ન હતી. જ્યારે સાભૌમ સત્તાની રૈયત પેાતાની મિલકત. બીજે લઈ જઈ શકતી, તેવી રીતે આ આત્મા પેાતાના જીવનમાં જે ધ પ્રવૃત્તિ કરે, પુણ્યસચય કરે, કર્મા નિરે એ તમામ મિલકતને પરલેાકમાં લઈ જઈ શકે છે અર્થાત્ આ મિલકત સાવ ભૌમ સત્તામાં મિલકત જેવી છે, જ્યારે આ આત્મા આ ભવચક્રને અંગે. શરીર,. કુટુંબ, ધન વગેરે મેળવે છે, વધારે છે તે મિલકત દેશી સ્ટેટમાં કમાવાતી મિલકત જેવી છે અર્થાત્ સાથે લઇ જઇ શકાતી નથી. ખીજા પગથિયાવાળાની વિચારણા કઇ હોય ? શરીર, કુટુંબ, ધન-સત્ત વગેરે પુણ્યદયે મળેલા પદાર્થો માત્ર આ એક ભવ પૂરતા છે જ્યારે ધર્મ ભવે–મવે સુખ દેનાર છે માટે આ ત્યાગમય નિગ્રંથ પ્રવચન (જૈનશાસન) એ પરમા” છે.
નરકગતિમાં સમકિતી જીવા વધારે દુ:ખી શાથી છે ? આટલે આવ્યા પછી સમકિત આવ્યું? ના! હજી સુધી
૧૭