________________
ર૬૬
આનંદ પ્રવચન દર્શન અને માત્ર દયા શબ્દ પકડી રાખ્યું છે, તેવાઓને ત્યાં તે સાધુની સામે ન ગયા તેટલા ધર્મ, અને સામે ગયા તે અધમ. તેમની અપેક્ષાએ તે દયા પિકારનારાઓ પ્રશ્ન કરે છે કે પૂજા કરતાં સામાયિક કરીએ તે કેમ?
આ પ્રશ્ન કરનારને કહેજો કે તમારા સાધુ વહોરવા નીકળ્યા હોય, તે વખતે સામાયિક લઈ બેસે તે લાભ કે તેટ? સાધુ આવવાજવાના હોય તે વખતે સામાયિક લઈ બેસી જવામાં તેઓ અવિનય રૂપ પાપ દેખાડે છે, અને સામા આવવાની પ્રવૃત્તિ કરવી તેથી લાભ છે. એમ બતાવે છે, “વળાવવા ગયા તે ધમ, અને સામાયિકમાં રહ્યા તે અધમી ” એમ તેઓ કહી દે છે. પૂજા ઓચ્છવમાં આજ્ઞા નથી અને પિતાને લેવા આવવામાં અને વળાવવા જવામાં આજ્ઞા જાગતી છે ? તે સમજવાની જરૂર છે. ૩૨ સૂત્ર માની બીજા ઉઠાવ્યાં શા માટે ? છતાં તમારાં બત્રીસ સૂત્રોમાં તમે કહો છે તેવું દયા સંબંધમાં શું લખ્યું છે?
શ્રી સૂયગડાંગમાં હિંસામાં પાપ થાય છે, પણ કયા કારણથી ? તે સમજવું જોઈએ. અર્થદંડ અને અનર્થદંડ એ બે પ્રકારનાં પાપ ગણાવ્યાં છે. અર્થદંડમાં જ્ઞાતિ કુટુંબાદિક ગણાવ્યાં છે, ત્યાં પૂજામહોત્સવ વગેરે અનુષ્કાને ગણ્યાં નથી અને અનર્થદંડમાં જંગલનું કાપવું વગેરે જણાવ્યું છે. પૂજા ત્યાં ગણાવી નથી; અને આદિમાં નાગભૂતયક્ષ લીધા છે ત્યાં પણ જિન લીધા નથી. અહીં મૂળ હકીકત એ છે કે જેને ધર્મમાં જાણવાપણું નથી, શંકા-રહિતપણું નથી, પરમતની અભિલાષાદિનું રહિતપણું, કાંક્ષા અને તેનું ફળ સંદેહ-રહિતપણું નથી તે શાસનમાન્ય વસ્તુને જાણે શું ? ન જાણે તે સાચી વસ્તુની અને તેની પ્રશંસા તેને આવે જ કયાંથી? સ્થિરીકરણ વસ્તુ પિતાને મળી ન હોય તે બીજાને શાસનમાં સ્થિર શી રીતે કરે? પિતે સાચે ધર્મને જાણે નહીં તે લોકે ધર્મ જાણે તે બુદ્ધિ આવે જ કયાંથી ? આ બધું ધર્મની દઢતા થયા પછી જ આવે છે.