________________
જ્ઞાન અને ક્રિયા
૨૬૭*
પ્રવૃત્તિને અને નિવૃત્તિને ક્રમ
?
આથી જ્ઞાનાચારમાં પ્રવૃત્તિરૂપ આચારા પહેલાં અને તે પછી જ નિવૃત્તિરૂપ આચારા જણાવ્યા છે, દનાચારમાં નિવૃત્તિ-પ્રવૃત્તિને ક્રમ જણાવ્યા છે. ચારિત્રમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ છે. તેમાં સમિતિ પછી ગુપ્તિ લીધી, આથી સમિતિ એ પ્રવૃત્તિરૂપ છે અને ગુપ્તિએ એ નિવૃત્તિરૂપ મનાય છે. પહેલાં ગુપ્તિ કેમ ન લીધી ? ગુપ્તિમાં ન ટકાય તો પછી પ્રવૃત્તિ કરવી તેમ રાખવુ હતુ ? આવા પ્રશ્ન કરનારે સમજવું જોઇએ કે સમિતિ એ અપવાદ માર્ગ નથી; નહિતર તીર્થંકરની દેશના પણ અપવાદરૂપ થઈ જાય. મુખ્યતાએ તે સાધુઓને સમિતિની પ્રવૃત્તિ કરવાની છે, અને સમિતિ સિવાયના વખતમાં ગુપ્તિમાં રહેવાનું છે, આટલા માટે ‘આવસહિ નિસ્સિહી’ એ પણ સમાચારી છે. દશ પ્રકારના સમાચારી ધમ માં મકાનમાંથી નીકળતાં આવસહિ, અને મકાનમાં પેસતાં નિસીહી કહેવી. તે પણ તે સમાચારીમાંથી આવસહિ એ પ્રવૃત્તિરૂપ છે; અને નિસીહી નિવૃત્તિરૂપ છે. ચારિત્રમાં પ્રવૃત્તિરૂપ અને નિવૃત્તિરૂપ અને ક્રિયા માગી. પ્રવૃત્તિના અને નિવૃત્તિના કરનાર આત્મા. આથી જ્ઞાન–દર્શન અને ચારિત્રને અંગે ક્ષાયેાપમિક ભાવની પ્રવૃત્તિ, અને આ ત્રણેની પ્રવૃત્તિને જે અંશ છે, તેને અંગે જણાવે છે કે આ પ્રવૃત્તિ શાથી બને છે? તે! કહે છે કે ઇન-જ્ઞાન-ચારિત્રને લીધે પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ ક્રિયા છે. આથી એકલી ક્રિયા છે તે ચારિત્રરૂપ નહિ, પણ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સાધારણ ક્રિયા લેવી. આમાં જે ક્રિયા ધાયુ· ફળ મેળવી દે, તેમાં જ પ્રવર્તાવુ વ્યાજબી છે. પશુ ફળ મળ્યા પહેલાં નાશ પામે તેવી ક્રિયાને શું કરવું ?
ક્ષાયેાપમિક ભાવથી જ્ઞાન, દર્શન-કે ચારિત્ર થાય, પણ છેવટે મી’ડુ છે. રાજ ત્રિકાળ પૂજન કરનાર; બે ટાઇમ પડિક્કમણા કરનાર, રાજ વ્યાખ્યાન સાંભળનારા, તિથિએ પેાસહ કરનારા, આટલી સ્થિતિ છતાં અંત અવસ્થાએ વિચારીએ તે પૂજા સામાયિક પડિક્કમણા પૌષધ વગેરે કંઈક થતું નથી. અંદરની અવસ્થાએ દેખીએ તેા ઉત્પન્ન