________________
ર૭ર
- આનંદ પ્રવચન દર્શન આધારભૂત છે, આપણું બહુમાનને પાત્ર છે, અનંતાજ્ઞાનના સ્વામી છે, પરંતુ તેઓ સુદ્ધાં એક ક્ષણ માટે પણ પ્રવૃત્તિ વિનાના નથી જ,
બધા ગુણસ્થાનકમાં ચૌદમું ગુણસ્થાનક એ જ એક એવી દશાવાળું છે કે જ્યાં પ્રવૃત્તિને અભાવ છે, પરંતુ એ ગુણસ્થાનકની હસ્તી કેટલી -કેટલા સમયની છે તેને વિચાર કરજે. મધ્યમ સ્વરે પાંચ હસ્વાક્ષ બેલતાં જેટલું સભ્ય પસાર થઈ જાય તેટલા જ સમયને માટે આ ગુણસ્થાનક છે. એથી વધારે સમય પૂરતું ચૌદમું ગુણસ્થાનક નથી. અ, ઈ, ઉ, ઝ, લે એ પાંચ હવસ્વરો છે. એ પાંચ સ્વરે મધ્યમ વરે એટલે હસ્વ તરીકે બેલતાં જેટલો સમય જાય છે તેટલો જ સમય ચૌદમાં ગુણસ્થાનકને છે. જે દીઘા સ્વર તરીકે અથવા ઉદ્દાત્તપણે એ પાંચ સ્વર બેલીએ તે તે તે બોલતાં જેટલો સમય લાગે છે, તે સમય. ચૌદમાં ગુણસ્થાનકના સમયથી વધી જ જાય છે.
અનુદાત્ત સ્વરે બોલીએ તે પણ તે કાલ ચૌદમાં ગુણસ્થાનકને સાચે કાળ બતાવી શકતું નથી. માત્ર મધ્યમ સ્વરે આ પાંચ હસ્વાક્ષરો બેલીએ અને તે બોલતાં જેટલો સમય જાય એટલે જ સમય ચૌદમાં ગુણસ્થાનકને સમજવાનું છે. આ પાંચ હસ્વાક્ષરો મધ્યમ સ્વરે બોલતાં એટલે સમય જાય તેટલો જ સમય ચૌદમા ગુણસ્થાનકને હાઈ એટલે જ કાળ આ જીવ પ્રવૃત્તિ વિનાને હોય છે! આપણો આ જીવ આ સંસારમાં અનાદિ કાળથી ભટકે છે. પરંતુ તેને પ્રવૃત્તિ વિનાને સમય નાદિ કાળથી આજ સુધીમાં કદી પણ પ્રાપ્ત થયો જ નથી.
આ જીવ આ સંસારમાં પાંચ-પંદર જિંદગીઓથી જ રખડતા નથી, તે હજારો વરસેથી રખડે છે એમ પણ નથી, પરંતુ તે અનાદિ કાળથી ભવભ્રમણ પર રહે છે. આ સઘળા ભવભ્રમણમાં તેને માટે એક પણ ક્ષણ એવી આવી ગઈ નથી કે જે ક્ષણમાં તે પ્રવૃત્તિ વિનાને રહ્યો હોય! આથી જ શ્રીમાનું શાસ્ત્રકાર મહારાજાએ સ્પષ્ટ રીતિએ એવું કહી ગયા છે કે આ જીવની પ્રવૃત્તિ પરિણામ નિપજાવ્યા વિનાની શૂન્ય હેય તેમ સ્વને પણ માનશો જ નહિ! આ જીવાત્મા સ્થળમાં,