________________
૨૭૪
.
આનંદ પ્રવચન દર્શન
પ્રકારનાં છે : ઈષ્ટફળ અને અનિષ્ટફળ. જો દરેક કિયા માત્રનું ફળ ઈષ્ટ જ હેત તે તે પછી કાંઈ જેવાનું જ ના રહેત ! કારણ કે આત્મા અનાદિથી ક્રિયાશીલ છે અને ક્રિયા માત્રનાં ફળ ઈષ્ટ હોય તે તે પછી આપણે આત્માને ધન્યવાદ આપી આપણે આપણાં અહોભાગ્ય જ માનવાં પડે ! પરંતુ ખરી વસ્તુસ્થિતિ એ પ્રમાણેની નથી. ફળ બે પ્રકારનાં છેઃ ઈષ્ટફળ અને અનિષ્ટફળ અથવા તે શુભ ફળ અને અશુભ ફળ. દરેક કિયામાત્રનાં આપણે બે ફળ કબુલ કરી દીધાં. આપણે એ પણ વાત માની લીધી છે કે યિા પણ અનાદિની છે. ઠીક હવે આગળ વધીએ. ૨. પીલિક સુખ.
માગ્યાં તે મેતી મળે. ક્રિયા અનાદિકાળથી થતી આવી છે એ માન્ય રાખીએ અને તે બે પ્રકારનાં ફળ આપે છે એ વાત પણ સ્વીકારીએ, પછી એ પ્રશ્ન સહજ ઉદ્દભવે છે કે અનાદિકાળથી અવ્યાહતપણે જે કિયા ચાલી આવી છે તે ક્રિયા શુભ છે કે અશુભ છે અર્થાત્ એ ફળે ઈષ્ટ છે કે અનિષ્ટ છે ? અનાદિથી કિયા થાય છે, એ કિયા ફળ આપે છે, પરંતુ એ ફળ શુભ છે કે અશુભ છે તે ખાસ વિચારી જોવાની જરૂર છે.
કહેવત છે કે માગ્યાં તે મેતી મળે, પણ ભીખને માથે, તેમ એ મેતી પણ ભીખ દ્વારા મંગાયેલા હોવાથી તે મેતી ત્યજવા ગ્ય છે. તે જ પ્રમાણે અહીં પણ સમજવાનું છે. અનાદિકાળથી આ માર્ગ ભૂલ્યા રખડેલ આત્મારામભાઈ જે ભાંગફેડ કર્યા કરે છે અર્થાત જે પ્રવૃત્તિ કર્યું જ જાય છે અને તેથી જે કાંઈ ફળ સુખમાં પરિણમે એવુ મળતું હોય, તે પણ યાદ રાખવાનું છે કે એ સુખ કાયાનું છે-શરીરનું છે, પુદ્દગલનું છે, પરંતુ આત્માનું પિતાનું એ સુખ તે છે જ નહિ !
આત્મા અને પુદ્ગલેને સંયોગ. આત્મા અનાદિકાળથી જે પ્રવૃત્તિ કર્યા કરે છે, તે દ્વારા તે જે ફળ મેળવે છે તે બઘાં ફળેથી આત્માને એવું સુખ નથી મળતું