________________
વરાગ્યને વિવેક
૨૭૫ કે જે સુખને આપણે આત્માનું પોતાનું સુખ કહી શકીએ. આત્માને આ આખાય ભવમાં આત્મસ્વભાવનું જે સાચું સુખ છે તે સુખ ભેગવવાને કદી વખત જ મળતું નથી. ચૌદમું ગુણસ્થાનક કે જે ગુણસ્થાનક સૌથી છેલ્લામાં છેલ્લું છે, ત્યાં અગીકેવલીપણામાં જ માત્ર કમ પ્રવૃત્તિ નથી. આ સિવાય સંસારમાં સર્વત્ર કર્મપ્રવૃત્તિ ભરેલી છે અને એ કર્મ પ્રવૃત્તિ ફળ તે પૌદ્ગલિક સુખ છે. અનાદિકાળથી જીવની જે ક્રિયાઓ થયા કરે છે તે સઘળી કિયાએ આ રીતે પૌગલિક સુખ આપે છે.
ગલિક સુખ એટલે જીવાત્માન અને પુદગલેને સંબંધ ! આત્માનો અને પુદ્ગલેને સંગ થાય છે ત્યારે તેનાથી આત્માને સુખ મળે છે. એ પુદ્ગલે જે શુભ હોય તે આત્મા સુખ અનુભવે છે પરંતુ તે સુખ અનુભવતાં છતાં ધ્યાનમાં રાખવાનું છે કે એ સુખ તે માત્ર પદગલિક સુખ છે. બધા જ પગલે સુખના જ મળ્યા કરે, દુઃખનું નામનિશાન પણ ન હોય અને જીવાત્મા સુખી દેખાતો હોય તે પણ તેનું એ સુખ તે આત્માનું સુખ નથી જ. આત્માના સ્વભાવનું સુખ તે એને આ માગે કદી મળતું જ નથી. જે આત્મા, આત્માના સુખને પસંદ કરે છે, તે આત્મા સંસારનાં આવાં સુખેને કદી ઈચ્છ નથી, પરંતુ તેને તે ધિકકાર જ આપે છે.
ગુલામી દશામાં જે શેઠ બહુ શ્રીમંત મળી ગયો હોય તે સેવકને પણ નિત્યના મેવા-મીઠાઈ અને માલપુડા ઉપર જ હાથ મારવાનું મળે છે, પરંતુ આ મેવા-મીઠાઈને પણ સજ્જનો પસંદ કરતા નથી. જેમને કૂતરાની માફક ગુલામીમાં જ પડ્યા રહેવાની ટેવ છે તેમને જ ગુલામીના મેવા-મીઠાઈ પસંદ પડે છે, જેને ગુલામીની આદત નથી, જેના સ્વભાવમાં ગુલામી પચી ગઈ નથી, જેના હૃદયમાં ગુલામી ઉપર જ હાર ભરાયા નથી તેવા આત્માઓ તે સ્વપ્નામાં પણ ગુલામીની મીઠાઈ ચાટવાને માટે તૈયાર થવાના નથી એ નિશ્ચય છે.