________________
વૈરાગ્યનો વિવેક
૨૭૬ જળમાં, હવામાં ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે સ્થિતિમાં અને ગમે તે સંગમાં હંમેશાં પ્રવૃત્તિવાળે જ છે, માત્ર અગિગુણસ્થાનમાં
જ્યારે તે પ્રવેશે છે ત્યારે જ તે કર્મ પ્રવૃત્તિથી શૂન્ય બને છે, પરંતુ ઉપર જણાવી દીધું છે તેમ એ ગુણસ્થાનક માત્ર પાંચ હસ્વાક્ષરો મધ્યમ સ્વરે બોલી શકાય એટલા જ સમય માટેનું છે. બીજાં બધાં ગુણરથાનકમાં અને ખુદ તેરમા ગુણસ્થાનકમાં પણ જીવ કર્મ પ્રવૃત્તિમાં જોડાએલો જ રહે છે.
બધી જ ક્રિયાઓ ફળ આપે છેવળી બીજી એક ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આ જીવાત્માની આ સઘળી પ્રવૃત્તિઓ એવી છે કે તે હંમેશાં ફળ આપે છે. નિષ્ફળ જાય એવી આ જીવાત્માની એક પણ પ્રવૃત્તિ એક પણ કાળને માટે હોય એવું નથી બનતું. જીવાત્માની પ્રવૃત્તિ અનાદિકાળથી જ છે અને અનાદિકાળથી જ તેની એ પ્રવૃત્તિ ફળ દેવાવાળી છે. જીવની અનાદિકાળથી પ્રવર્તતી સઘળી કિયાએ ફળ આપવાવાળી. છે અને તે નિયમિત ફળ આપે જાય છે. તે ઉપરથી જ એ. સિદ્ધાંત ૨૫ષ્ટ થાય છે કે “યા યા ક્રિયા સા સા ફલવતીઃ”—જે જે કિયાએ આ જીવાત્માને હાથે ઘડાય છે તે સઘળી ક્રિયાઓ-સઘળી પ્રવૃત્તિઓ ફળ આપવાવાળી હોય છે.
આ સઘળી ચર્ચા ઉપરથી હવે આપણે શું નિષ્કર્ષ નીકળે છે. તે જોઈએ. આપણે કિયાને માન્ય રાખીએ છીએ. બીજી વાત એ છે. કે હમેશાં જીવાત્મા કિયા કર્યા જ કરે છે તે વાત આપણે સ્વીકારીએ છીએ અને ત્રીજી વાત આપણે એ પણ સ્વીકારી છે કે ચૌદમાં ગુણસ્થાનક સિવાય હંમેશ માટે આ જીવાત્મા સતત પ્રવૃત્તિવાળે છે; ઠીક, વિચારવાની જે મુખ્ય વાત છે. તે હજી હવે આવે છે, તેને. વિચાર કરીએ. આ જીવાત્મા અનાદિકાળથી ક્રિયા કર્યા જ કરે છે, તે ક્રિયા વિના રહી શકતું જ નથી અને તેની આ સઘળી કિયાએ ફળદાયી છે. તે મુખ્ય પ્રશ્ન એ છે કે એ સઘળી ક્રિયાઓના પરિણામ રૂપ ફળ મળે છે તે ફળો ઈષ્ટ છે કે અનિષ્ટ છે ? ફળો બે
૧૮