________________
૨૭૬
આનંદ પ્રવચન દર્શન
ખાંડના લાડવામાં ઝેર. આ જીવ અનાદિકાળથી કર્મપ્રવૃત્તિમાં જોડાએલે છે, તેથી તે પૌગલિક સુખ મેળવે છે અને એ સુખમાં રાચતે તે આનંદ પામે છે, પરંતુ જ્યારે આત્માને પુગલને સ્વભાવ ખબર પડી આવે કે તુ તે જ ક્ષણે આત્માએ પણ મ્યુનિસિપાલિટીના ઝેરના લાડુ સમજીને એ સુખને ત્યાગ કરવો ઘટે છે. મ્યુનિસિપાલિટીવાળાઓ. કૂતરાને ઝેર આપીને મારે છે, પરંતુ તેઓ ચખું ઝેર આપતા નથી. ખાંડના લાડવામાં ઝેર ભેળવીને તેઓ કૂતરાને ખવડાવે છે. કૂતરે પ્રથમ તે એ ઝેરને પારખી શકતું નથી. તે એને મીઠે લાડુ જ માની લે છે, તેની મીઠાશ ઉપર મોહ પામે છે, તેને ખાદ્ય સમજે છે. લાડ ખાવા યોગ્ય છે એમ માને છે અને તે લાડ ખાવાની. પ્રવૃત્તિમાં જોડાય છે, પરંતુ જે તેને ખબર પડી જાય કે એ ખાંડને લાડ તે અંદરખાને હળાહળ ઝેરથી ભરેલો છે, તે પછી ખાવાના પદાર્થોને ગુલામ બનેલ એને એ જ કૂતરે એ લાડવાની સામે પણ જેવાને ઇચ્છતું નથી.
કૂતરાને મીઠાઈને સ્વાદની ખબર છે, મીઠાઈ મીઠી છે એમ તે જાણે છે, સાકરના લાડવાની મીઠાશ તેના ખ્યાલની બહાર નથી જ છતાં તે સમજે છે કે આ મીઠે લાડવે મહાભયાનક ઝેરથી ભરેલ. છે અને તેથી જ તે એ મીઠા લાડવા માટે હવે આગળ ધપતે અટકી જ જાય છે. જેમ મીઠો લાડે એ કૂતરાને માટે ખરેખર મીઠે નથી અને તેમાં મીઠાશ અને પ્રાણહારકતા બંને રહેલાં છે તે જ પ્રમાણે સંસારમાં મળતાં પગલિક સુખ એ પણ મ્યુનિસિપાલિટીએ તૈયાર કરેલા ઝેરના લાડુ જેવા જ છે. કૂતરાઓ એકલું ઝેર ખાતા જ નથી. એકલા ઝેરને જોઈને તેઓ સો ગાઉ દૂર ભાગે છે, તેથી જ મ્યુનિસિપાલિટી તેમને માટે ખાંડ અને ઝેર એ બંનેના ભેગા લાડુ બનાવે છે તે જ પ્રમાણેની અપ-ટુ-ડેટ ગોઠવણ જીવાત્માએને માટે કર્મરાજા પણ કરી રાખે છે.