________________
વૈરાગ્યને વિવેક
૨૭૧ તે જેઓએ ગુણોને અવ્યાબાધ રીતે રાખવા માગે છે તે બધાએ એક વસ્તુ જરૂર વિચારવાની છે કે હું તેના સંગમાં છું.
જગતમાં જે માણસ પોતાની સ્થિતિ અને સંગનું ભાન રાખે છે તે જ ભવિષ્યની ઉન્નતિને નોતરી શકે છે અને એ જ રીતે જે દુર્ભાગી આત્માએ પિતાની સ્થિતિ અને સંગનું ભાન નથી રાખતા, તેઓ અવશ્ય અવનતિને જ નોતરે છે. મનુષ્ય જે પોતે મનુષ્ય તરીકે જીવવા માગતા હોય તે તેણે પોતે અવનતિને નેતરવી છે કે ઉન્નતિને નેતરવી છે તે સંબંધીને વિચાર કરી લેવું જોઈએ.
આ જગતમાં કાર્યસિદ્ધિ કેણ કરી શકે એ પ્રશ્ન વિચારીએ તે સ્પષ્ટપણે માલુમ પડશે કે જે કઈ જીવાત્મા પોતાની શક્તિ, સ્થિતિ અને સંયોગે જઈને તે પ્રમાણે ઉદ્યોગ કરે છે, તે જ આત્મા આ સંસારમાં ઉન્નતિ મેળવી શકે છે અને કાર્ય સિદ્ધ કરી શકે છે. જે આત્મા પોતાની શક્તિ, સ્થિતિ અને સંગોને તપાસતે નથી અને કાર્ય કરે છે તે કાર્ય તેણે વાપરેલા બળના પ્રમાણમાં થતું જ નથી. કહ્યું છે કેઃ “યથાવસ્ટમામ નિવાને સારસંઘા” “જે કઈ કાર્ય પિતાના બળાબળને જોયા વિના આરંભાય છે તે કાર્ય સિદ્ધિને ન લાવતાં કાર્ય કરનારના ક્ષયને જ લઈ આવે છે. સંસારમાં આપણે ચારે બાજુએ દષ્ટિ નાખીશું તો એ જ એક વાત જોવામાં આવશે કે સંસારના પ્રત્યેક જીવો દરેક ક્ષણે, દરેક પળે, અરે ! સમયના ઓછામાં ઓછા પરિમાણે પણ કાર્ય કર્યા જ કરે છે. એવો કોઈ પણ સમય નથી કે જે વેળાએ આ સંસારના છ પ્રવૃત્તિશૂન્ય હાય !!
| પ્રવૃત્તિ વિનાને સમય જ નથી. સદા સર્વદા આ સંસારનો પ્રત્યેક જીવ કાર્ય કર્યા જ કરે છે. તે સતત પ્રવૃત્તિમાં જોડાએલે જ રહે છે. જીવાત્માની આ સતત પ્રવૃત્તિ જોઈને એક શિષ્ય પોતાના ગુરૂને પ્રશ્ન કર્યો કે : “આ સંસારમાં સંસારી જેને માટે પ્રવૃત્તિ વિનાને સમય ?” ગુરુએ શિષ્યને જવાબ આપ્યો કે સંસારી જી માટે પ્રવૃત્તિ વિનાને એ એક પણ સમય છે જ નહિ !” કેવળી ભગવાને કે જેએ આ જગતને