________________
કI90
વૈરાગ્યનો વિવેક
ક
| [આ સંસારમાં જીવ સદા પ્રવૃત્તિ કર્યા કરે છે પણ જે આત્મ પિતાની શક્તિ, સ્થિતિ અને સંજોગોને જેઈ ઉદ્યમ કરે છે તે આત્મા કાર્ય સિદ્ધ કરી | શકે છે. સંસારમાં કરેલી બધી પ્રવૃત્તિ પદ્ગલિક સુખ આપે છે. આત્માને
પુદ્ગલને સ્વભાવ સમજાય કે તૂ તેણે તે પદ્ગલિક સુખને ત્યાગ કરે જોઈએ. કર્મરાજા સંસારમાં એકલું દુઃખ દેખાડતો નથી પણ મ્યુનિસિપાલિટી કુતરાને જેમ વિષબ્રિમિત લાડવા આપે છે, તેમ સુખની સાથે મિશ્રિત દુ:ખ આપે છે. એકલું દુઃખ આપે તે દુઃખગર્ભિત વૈરાગ્ય થાય. દુઃખગર્ભિત વૈરાગ્યને અર્થ બરાબર સમજ્યા વિના દીક્ષામાં દુઃખગર્ભિત વૈરાગ્યને જોડનારાઓએ પૂરી કાળજી રાખવી જોઈએ.
ચેડા મહારાજા અને સનસ્કુમારને થયેલા વૈરાગ્યને પણ શા દુઃખગર્ભિત વૈરાગ કહેતાં નથી તે પછી દીક્ષામાં જ્યાં ત્યાં દુઃખગર્ભિત વૈરાગ્ય કેમ લગાડાય ? મેગર્ભિત વૈરાગ્યને પણ તેને સાચા અર્થમાં સમજવાની જરૂર છે. સુસાધુત્વને સમર્પનારી ભાગવતી દીક્ષા જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ છે.
માર્ગમાં પડેલાની પૂર્વભવની કે પૂર્વઅવસ્થાની સ્થિતિ જોવામાં આવતી નથી પણ વિદ્યમાન અવસ્થા જ જોવામાં આવે છે.]
૧. પ્રવૃત્તિ અને ફળ
ઉન્નતિને કેણું તરી શકે? શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાન્ યશવિજયજી મહારાજા શ્રી ભવ્ય જીના ઉપકાર માટે જ્ઞાનસાર પ્રકરણ નામક ગ્રંથ રચી ગયા છે. પ્રસ્તુત ગ્રંથમાં શ્રીમાન જણાવી ગયા છે કે આ સંસારમાં જેઓ આત્મકલ્યાણની ઇચ્છા રાખે છે, જેઓ આ સંસારમાં ધર્માથી તરીકે જવવા માગે છે, જેઓ આત્માના ગુણે પ્રકટ કરવા માગે છે અથવા