________________
પાંચ પ્રકારના ભાવ જુએ તે જ સાસરે જઈ શકે તેવી રીતે સ્વરૂપમાં જવા ઉજમાળ થયેલે આત્મા સંબંધીનાં આંસુએ તરફ નજર પણ કરતા નથી, જે એ તરફ જુએ તે આગળ વધી શકે નહિ. એ માર્ગમાં ડગલે ને પગલે વિન છે; કહો કે વિદનની પરંપરા છે.
હુકમનામાની બજવણું ક્યાં થાય ? કમાનારને ત્યાં થાય ? દેવાળિયા કે ભીખારચેટને ત્યાં ન થાયઃ આ આત્મા આત્મસ્વરૂપને ઝંખે, તે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે, તે માટે તૈયાર થાય, તે વખતે એને માલદાર થે દેખી કર્મરાજા હુકમનામાઓ બજાવે છે. માટે તે વખતે તે કેથળીઓ તૈયાર રાખવાની છે, છતે નાણે જે હુકમનામાની રકમ ન દે તેને ચેકીએ જઈને બેસવું પડે. તેમ આ આત્મા અઢળક રિદ્ધિવાળા છે છતી શકિતએ એગ્ય રસ્તે ન પ્રવતે તે દુર્ગતિરૂપી ચોકીની બેડીઓ તૈયાર છે. કહેવાનો મુદ્દો એ છે કે વિદનોને જીતવા,
વિલાસ ફેરવવું. પહેલો ભાવ હેયે પાદેયનો નિશ્ચય, બીજો ભાવ પ્રવૃત્તિ, ત્રીજો ભાવ વિજય. આટલું થયા પછી પણ કરેલી મહેનત માટીમાં ન મળે તેવી સાવચેતી જોઈએ. એક મુનિને કાઉસ્સગ્નમાં અવધિજ્ઞાન થયું પણ ઈંદ્ર-ઇંદ્રાણીના રીસામણું-મનામણાં દેખી તેમને હસવું આવતાં તે ચાલ્યું ગયું; માટે ચા ભાવ સિદ્ધિઃ સિદ્ધિને અંગે એક તસુ પણ પાછા હઠવું નહિ.
પાંચમે ભાવ વિનિયોગ. હવે ખાવાને સ્વાદ કયારે ? માત્ર પોતે ખાય તેટલા માત્રથી નથી પણ બીજાને ખવરાવવાથી સારો સ્વાદ, ખરે આહ્લાદ છે. પોતાને મળેલું બીજાને આપવામાં જ પરમ સ્વાદ છે. માટે શાસ્ત્રકારોએ ધર્મની અપેક્ષાએ આર્ય અને અનાર્ય એવા બે વિભાગ પાડયા.
જ્યાં ધર્મ અક્ષર સંભળાય તે આર્ય ક્ષેત્ર અને ધર્મ અક્ષર ન સંભળાય તે અનાર્ય ક્ષેત્ર. આ વિભાગ દરેકને ધર્મની પ્રવૃત્તિ માટે સૂચક છે, તે ધર્મ નામમાત્ર ન જોઈએ પણ વસ્તુરૂપે જોઈએ. શ્રી સર્વશે કહેલ ધર્મ વસ્તુ ધર્મ છે. તેને કહેનાર તીર્થકર છે. પ્રભુશાસનને પામેલાઓ બીજાને ધર્મ પમાડવાની અનેકવિધ કાર્યવાહી કરે છે તે વિનિયોગની સાર્થકતા છે.