________________
૨૬૦
- આનંદ પ્રવચન દર્શન ધર્મ હારી ગયેલ દેખીને તત્કાલ અનશન કરે તે તેની ભાવના કયા પ્રકારની હોય? ચંડકેશિયા સર્ષની વાત તો દરેક પર્યુષણ પર્વમાં સાંભળે છે ઃ વિચારે કે પાછલે ભવ હારી ગયે એ જાણીને, જે સાપ જરા દબાણ સહન ન કરી શકે તેણે એકરાઓને પથરા ખાઈને ઊંધું માથું (દરમાં) ઘાલી પારાવાર વેદના સહન કરી. તે તેણે પિતાને સ્વભાવ કે પલટાવ્યું હશે? ત્યારે શું બન્યું હશે? પિતાની દષ્ટિમાત્રથી ઝાડ-બીડને બાળી નાખે એવો ફોધી સર્પ, પિતાની દૃષ્ટિથી કઈ મરે નહિ, આવી ભાવનાથી દરમાં મેં ઘાલી પડ રહે એ કેટલું હૃદય-પરિવર્તન ! જીવનનો કે પલટો!
જે નાગ આખા વનમાં મનુષ્યની ગંધ પણ સહન કરતો નથી તેને રબારણે ઘી પડે એ શી રીતે સહ્યું હશે ! દેહમાં કીડી આરપાર નીકળે એ દશા સાપના ભવમાં સહન (સમભાવે) થવી કેટલી મુશ્કેલ! માત્ર બે ચટકામાં આપણી કેવી દશા થાય છે ? તીર્થકરના માત્ર “બૂઝ રે બૂઝ!” એટલા વચનથી એ ભયંકર દષ્ટિવિષ ચંડકેશિક સર્પને-એ કાળા નાગને જાતિ-સ્મરણ જ્ઞાન થયું. હવે જે માત્ર સમ્યગ્દર્શન, જ્ઞાન કે વિરતિથી સાફલ્ય હોય તે તે તિર્યંચમાં પણ છે. તે તિર્યંચને ભવ સફળ કેમ નહિ? પણ મનુષ્યને ભવ મોક્ષની નિસરણી ગણાય તેનું એક જ કારણ છે કે સેસને અનર્થ ગણીએ તેમ છેડી પણ શકીએ છીએ.
(૧) નિશ્ચય (૨) પ્રવૃત્તિ (૩) વિશ્વજય (૪) સિદ્ધિ
(૫) વિનિયોગ : ભાવનાના આ પાંચ પ્રકાર. બીજો ભાવ પ્રવૃત્તિરૂપ છેપણ પ્રવૃત્તિ કરનારે એક વાત ધ્યાનમાં રાખવી કે એક ડગલું ઉપાડે તો છાતીએ જેર આવવાનું : ઊંચે ચઢવાના પ્રયાસમાં છાતીએ જેર ન આવે એ બને નહિ ? મોક્ષમાર્ગના પ્રયાસમાં ખીલી ખટકે ન થાય એ જનશાસનમાં બનવાનું નથી, આમાએ એ પ્રયાસ આદર્યો કે ઘરના હિતૈષી ગણાતા શત્રુ થઈ આડે આવવાના છે, દુનિયાદારીમાં દેખાય છે કે છોકરી સાસરે જાય ત્યારે સંબંધીઓ રૂએ છે તેમ અહીં પણ સમજવાનું છે જે છેકરી ભાઈભાંડના આંસુ તરફ નજર કરે તે સાસરે જઈ શકે નહિ; જે એ તરફ