________________
18છે રાાન અને ક્યિા
[ જ્ઞાન અને ક્રિયા એ બેથી મોક્ષ છે. ફક્ત જ્ઞાનથી અગર ફક્ત ક્રિયાથી ફળની સિદ્ધિ થતા નથી. જ્ઞાનાચારાદિમાં પ્રવૃત્તિમય આચાર અને નિવૃત્તિમય આચારે એમ બન્ને આચાર બતાવ્યા છે. આ પ્રવૃત્તિ અને નિવૃત્તિ જડ સાધનોથી દેખાય છે. છતાં તે બન્નેને પ્રવર્તક આત્મા છે. પૂર્વભવમાં ક્ષાપશમિકભાવે કરેલી ક્રિયાઓ આ ભવમાં આગળ વધારે છે.]
જ્ઞાનથી અને ક્રિયાથી લેવાનું શું ? શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપકારને માટે શ્રી જ્ઞાનસાર–પ્રકરણમાં આગળ સૂચવી ગયા કે દુનિયાદારીમાં અને શાસનમાં જ્ઞાનની જરૂર હોવાથી જ્ઞાનને નિરર્થક કહી શકાય તેમ નથી, અને તેવી રીતે કિયાથી ફળ મેળવવાનું હોવાથી એટલે સંવર-નિર્જરાથી મોક્ષરૂપ ફળ થાય છે, તેથી ક્રિયા પણ નકામી નથી. ક્રિયાથી ફળ મેળવાય છે, આ વાત લક્ષ્યમાં લાવીને કિયા નિષ્ફળ છે તેમ પણ કહી શકીએ તેમ નથી.
જે જ્ઞાન અને ક્રિયા સફળ છે, તે બે પક્ષ જુદા થવાનું કારણ શું?
જ્ઞાનની સફળતામાં અને ક્રિયાની સફળતામાં અડચણ નથી, પરંતુ તેમાં માત્ર થોડે મતભેદ છે. જ્ઞાનવાદીઓએ જ્ઞાનમાત્રથી સકળ ફળની સિદ્ધિ માની અને કિયાવાદીઓએ કિયામાત્રથી સકળ ફળની સિદ્ધિ માની, એટલે જ્ઞાન–માત્રથી કે ક્રિયા-માત્રથી ફળ સિદ્ધ થાય છે; આ પૂર્વે જણાવેલી માન્યતા અગ્ય છે. જ્ઞાન અને ક્રિયા પોતપિતાના હિસાબનું ફળ આપે છે. તે માટે જૈનશાસ્ત્રકારે જણાવ્યું છે કે જ્ઞાન કયું ફળ આપે છે? •