________________
૨૬૩
જ્ઞાન અને ક્યિા
જ્ઞાન પ્રકાશન સ્વભાવને અંગે પ્રકાશરૂપી ફળ જરૂર આપે છે. આથી ચક્ષુ વસ્તુને દેખાડી દે છે; એટલે વસ્તુને ઓળખાવવી અને બતાવવી તેમાં આંખ ફળ દેનારી છે, પણ કાંટે બતાવ્યા પછી કાંટો. કાઢીને કાંટાથી આપત્તિ દૂર કરવી તે કામ ચક્ષુનું નથી. ભેજન દેખાડયું છતાં ખાઈને તૃપ્તિ કરવી તે આંખ માત્રથી થઈ શકતું નથી. આખનું કામ કાંટે કે ભેજન બતાવવાની જરૂર પૂરતું છે. આથી અંધારામાં કાંટે કાઢવા કેઈપણ તૈયાર નહીં થાય, કારણ કે ત્યાં પ્રકાશ નથી. આ સ્થળે પ્રકાશ તે દીવાને થવું જોઈએ, એણે પ્રથમ કામ કરવું જોઈએ તે થયું નથી, અહીં અનિષ્ટની નિવૃત્તિ કે ઈષ્ટની પ્રાપ્તિ પ્રકાશથી થઈ શકતી નથી, કારણ કે એકલા પ્રકાશકસ્વભાવથી કાંટાની વેદના મટતી નથી.
એટલે કે ચક્ષુ આદિને પ્રકાશન સ્વભાવ હોવાથી ચક્ષુ કાંટે બતાવવા. રૂપી ફળ દેનાર છે, પણ કાંટાને કાઢવાથી થતુ અનિષ્ટનું નિવારણરૂપ ફળ ચહ્યું કે દવા માત્રથી થતું નથી, માટે સમગ્ર ફળ જ્ઞાનથી થાય છે તેમ કહી શકીએ જ નહિ. તેમ સમસ્ત ફળ કિયાથી થાય છે, તેમ પણ કહી શકીએ નહિ. તેમ વગર દેખે કાંટે કાઢવા પણ કોઈ તૈયાર થતું નથી, માટે એકલું જ્ઞાન કિયા વગરનું કે જ્ઞાન વગરની કિયા ધારેલા ઈષ્ટ ફળને આપી શક્તા જ નથી. માટે જ્ઞાન અને કિયા એ બેથી જ મેક્ષ છે આ નક્કી કર્યું, ક્રિયાને પ્રવૃત્તિ રૂ૫ ચારિત્ર માનીને અને જ્ઞાન-જ્ઞાનનાં સાધને, તેની પ્રવૃત્તિ બધું જ્ઞાનમાં લઈ જઈને બંને લેવાં, માટે “જ્ઞાન-શિયાખ્યાં ભક્ષ” કહ્યું છે. માત્ર પ્રવર્તાવારૂપ ચારિત્રને ઉત્પન્ન કરનારી, ટકાવનારી, વધારનારી પ્રવૃત્તિરૂપ કિયા અહીં લેવાની છે.
એકલી ક્રિયા કેમ કહી? જ્ઞાનાચાર ને દર્શનાચાર શા માટે રાખ્યા છે? જે ક્રિયાથી ભિન્ન જ્ઞાન લેવું છે, તે પછી જ્ઞાનને આચાર અને દર્શન આચાર છે ? જ્ઞાનાચાર અને દર્શનાચાર કહ્યા અથવા જ્ઞાન અને દર્શન બંને ક્રિયાને આધારે થનારા, થઈને ટકનારા, અને વધનારા છે, તે પછી આચાર