________________
પાંચ પ્રકારના ભાવ
૨૫૫ ધન-માલ દુન્યવી કાર્યોમાં વપરાય ત્યાં વધે નથી, માત્ર ધર્મમાગે વપરાય તે પિષાતું નથી ! ! ! આ કઈ દશા? પેટમાં (ગર્ભમાં) છોકરો આવે કે છોકરી આવે, બનેને નવ માસ વેંઢારવાના (રાખવાના) છેઃ કાંઈ ફરક છે ? વારૂ ! જન્મની વેદના પણ બેયની સરખી છે, દૂધ પાવું, ઉછેરવાં, વગેરેમાં પણ કાંઈ ફરક નહિ! છતાં ઢેલ વગાડીને છોકરીને પારકે ઘેર કાઢી મૂકે છે તેનું કારણ શું ?
લગ્ન થયા બાદ છોકરીનું જીવન પલટાય છે, સંબંધ પલટાય છે, પરણી કે તરત બાપના ઘરને પિયર કહે છે અને સસરાના ઘરને પિતાનું ઘર ગણે છે. ત્યાં જતાં “મારે ઘેર જાઉં છું” એમ કહે
છેઃ અને માબાપ પણ “જા તારે ઘરે” એમ જ બોલે છે, પરણ્યા પહેલાં પોતાના નામની સાથે પિતાનું નામ લખાવે છે પણ પછી ફલાણાની ઓરત” એમ લખાય છે. વળી બાપ પોતાની મરજીથી આપે ગમે તેટલું પણ કાયદાથી છેકરીને કેડીને હક્ક નથી તેનું કારણ શું ? આ ફરક શાથી? લોકસંજ્ઞાથી તમારા મગજમાં એ ઘુસ્યું છે–જગ્યું છે-ઠસ્યું છે કે છોકરી એટલે પારકું ધન! વિવાહ થયે કે તરત ગોળ-ઘણું વહેંચાય છે ! હજી વરના માબાપ વહેંચે તે ઠીક પણ કન્યાનાં માબાપ શા ઉપર વહેચે છે? માંડ, ધામધૂમ, જમણવાર, આ તમામ કન્યાનાં માબાપ શા ઉપર કરે છે ? એક જ. કારણ કે છોકરી પારકું ધન. આ સંસ્કાર એવો ગાઢ થયા છે કે છોકરીને વળાવવાથી હલકા થવાય એમ માની બેઠા છો; પણ સમ્યગદષ્ટિની માન્યતા કઈ હેય? પોતાને ઘેર જન્મનાર છોકરે કે છોકરી ધર્મ લેવા જમેલ છે એ જ માન્યતા હોય.
કૃષ્ણજી ધર્મની પ્રેરણું પરાણે કેમ કરતા હતા !!
વગર વિચાર્યું થાય ત્યાં આડંબર થાય એ બને. પણ ભવાંતરથી જયાં આ ભાવના છે કે ચક્રવર્તિપણું ન જોઈએ, જ્યાં જૈનધર્મથી આત્મા વાસિત રહે એવું ગુલામીપણું ભલે મળે ! આવા સંસ્કારગે જીવ ભવાંતરથી તલસતો તલસતે તમારે ત્યાં આવ્યા, તમે શી દશા