________________
૨૫૪
આનંદ પ્રવચન દર્શન એક નેકર પિતાની મેળે રાજીનામું આપે છે જ્યારે બીજો નેકર એ છે કે ધકકો મારીને કાઢે ત્યારે જ નીકળે : વારૂ ! બીજી દુકાને આ બેમાં કયા નેકરની કિંમત થાય? ધક્કો ખાઈને નીકળેલાની કે માનભેર રાજીનામાપૂર્વક નીકળેલાની? આ રીતિએ માટે પણ બે રસ્તા છે? કાં તો રાજીનામું દુઈ દો, નહીં તે ધક્કો મારીને કાઢવાના જ છે. ધન, માલ, મિલકત, કુટુંબાદિનાં ખાસડાં તે દરેક ભવમાં ખાધાં છે, માથાની ટાલ સાજી રહી નથી, શ્રી સર્વજ્ઞ વચનરૂપી લાકડીનું આલંબન મળ્યું છે માટે રાજીનામું આપી દેવું એ જ બુદ્ધિમાનું કર્તવ્ય છે. હાશિયાર નેકર રાજીનામું આપે તેથી પિતાને માથે આવી પડનાર બેજાથી ડરીને શેઠ તે બુમાડા મારે પણ નેકર શેઠના બુમાડા જેવા કે પોતાની હાલત જેવી? જેનામાં પિતાને સ્વાર્થ છે તેના રાજીનામાથી કઈ રાજી નથી. સૌ (દરેક) સામાને ખાસડાં ખાતાં મેકલવામાં રાજી છે. રહેવાનું સ્થિર નથી, કઈ કઈને ઘેર રેંટી રહેલ જ નથી. ચાહે તે ઊભા પગે નીકળે કે ચાહે તે આડા પગે નીકળે, પણ નીકળવાનું ચોક્કસ છે. ઊભા પગે નીકળવાનું એટલે ત્યાગી થવું? એ રીતે નહિ નીકળાય તે અંતે આડા પગે તે નીકળવાનું જ છે.
લક્ષ્મીની પ્રાપ્તિ એ લાભાંતરાયના ક્ષપશયમને ઘાટ છે. ત્યાં જીવરૂપી કૂતરો બેઠે છે. જેમ પેલા કૂતરાને ઘાટનું પાણી ગાય પીએ તે ખમાતું નથી તેમ આ જીવ–શ્વાનને ધર્મમાં દ્રવ્ય-વ્યય થાય તે ખમાતું નથી ? એવા કૂતરાને જેમ પેલું પાણી સમુદ્રમાં જાય તેની ચિંતા નથી તેમ આ કૂતરાને પણ આ દ્રવ્યને ઉપગ દુનિયામાં ગમે ત્યાં થાય તેની ચિંતા નથી. ઘોડે ચઢવાથી પગ તૂટે એ વિચાર નથી, વિચારમાત્ર ધર્મને અંગે પ્રવૃત્તિ કરવામાં છે.
છોકરીને અંગે વર્તનની વિચિત્રતા શાથી? અનતી જિંદગી ગઈ તેમાં શું મેળવ્યું? જિંદગીને કયા કાંટે તેલાવી છે? જિંદગીને ઉપગ જે ધર્મમાં થાય તે તે હીરાના કાંટે તળાઈ ગણાય? હજી હીરાને કાંટો સમજવામાં આવ્યો નથી !!