________________
૫૨
-
આનંદ પ્રવચન દર્શન
અધમ તરીકે જાણે તથા એ નિયમ કરો કે હરકેઈ ભેગે ઉત્તમ વસ્તુ કરવી જોઈએ તથા અધમ વસ્તુ કેઈપણ ભેગે કરવાની નથી. હેય (ડવા લાયક) શું તથા ઉપાદેય (આદરણીય) શું તેને નિશ્ચય કરે. હેયને સ્વપ્ન પણ ઉપાદેય ગણાય નહિ !
. સમ્યકત્વનાં ત્રણ પગથિયાં. - સમ્યકત્વનાં ત્રણ પગથિયાં કયાં ?
इणमेव निग्गश्थे पावयणे अॐ परमो सेसे अन?
સમ્યકત્વ પામનારે પહેલાં કયા વિચારમાં આવે? હજી સમ્યકત્વ પામ્યો નથી. હજુ માત્ર ધમના સંસર્ગમાં આવ્યો જેથી તેને ધર્મનું કાર્ય કરવાનો વિચાર થાય, એને એમ થાય કે દુનિયા માટે આટલું કરું છું તે આટલું આમાં પણ કરું. આવી સ્થિતિ થાય ત્યારે પહેલું અનું પગથિયું આવ્યું. નિગ્રંથ પ્રવચનને અર્થ ગણે ત્યાં સુધી તો હજી પહેલું પગથિયું સમજવુંપણ હજી એ સેનું તથા પિત્તળ સરખા ભાવે લે છે તેનું શું ? અલબત્ત ! સેનું ન લે તેના કરતાં એ સારો પણ બુદ્ધિમાનની અપેક્ષાએ એ કે ગણાય ! દુનિયાના પદાર્થો પ્રત્યે જેટલે રાગ તેટલે દેવાદિ પ્રત્યે રાગ હોય તે હજી ટકે શેર ભાજી ટકે શેર ખાજા વાળો ન્યાય ત્યાં રહ્યો છે છતાં ન મામાથી કે મામે સારો, પણ તેય ક્યાં છે? પાંચ રૂપિયા ગયેલા મળે તેમાં અને અવિરતિમાંથી વિરતિ મળી તેમાં–આ બેના આનંદમાં કેટલો ફરક પડે છે? હજી ત્યાં સર આનંદ નથી એટલે સમજાશે કે આ જીવ હજી પહેલા પગથિયે પણ આવ્યો નથી.
સમ્યક્ત્વનાં ત્રણ પગથિયામાં બીજું પગથિયું ઘમરે છે. શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલ ત્યાગમય પ્રવચન પરમાર્થ છે એવું મતવ્ય તે - બીજું પગથિયું છે. બીજા પગથિયાવાળો દુનિયાને (દુન્યવી પદાર્થોને) કાચના હીરાતુલ્ય માને, જ્યારે ધર્મને સાચે હીરો માને છે. ઝવેરીને છેક સાચા મેતી કે સાચા હીરાને સમજવા (પારખવા) લાગે કે તરત જ કલ્ચર મોતી કે કાચના નંગને ફેંકી દે છે. સાચા હીરાની કણ આગળ ખોટા હીરાની પેટીની પણ કિંમત નથી.