________________
૨૫૦
આનંદ પ્રવચન દર્શન થાય ? પ્રયત્નથી મહા અનુભવે! વિચારપલટ કરવાનો પ્રયત્ન કરવું જોઈએ, એ પ્રયત્ન વિચાર૫લ થવું જોઈએ. વિચારપલટો થાય છે ત્યારે જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે અને સમ્યફવની પ્રાપ્તિ થાય તે પછી પણ સમ્યક્ત્વને શોભાવવાને માટે આ પાંચ દાગીનાઓ-પાંચ ઘરેણાંની જરૂર છે !
તમારી ફરજ. આ રીતે વિચારપલટા માટે પ્રયત્ન કરે, એ પ્રયત્નને વિચારપલટો કરી સમ્યકત્વની પ્રાપ્તિ કરવી અને સમ્યકત્વની પ્રાપ્તિ પછી ઉપરનાં પાંચે આભૂષણે દ્વારા એ સમ્યકત્વને શોભાવવું એ પ્રત્યેક શ્રાવકની દઢ ફરજ છે. આ ફરજ તમે બજાવે એ હું ઈચ્છું છું. જે આ કાર્યને પંથે તમે કમસર થડા પણ આગળ વધશો, તે આજે તમોએ જે ઉત્સવ કરેલો છે, તમે આજે જે દિવસ ઉજવે છે તેની ઉજવણી સફળ છે.
* મેક્ષાથી સિવાય સાચા સુખને અથી જગતભરમાં કઈ નથી.
ધર્મ અમૃત છે. અમૃતને ઉપગ છૂટે હાથે કરનાર દાનેશ્વરી એની પ્રભુશાસનમાં જરૂરિયાત છે.
આત્માની શકિત આવિર્ભાવ થએલી છે એવા કેવલી ભગવંતોને કર્મ કંઈ પણ કરી શકતું નથી.
*