________________
૨૫૬
આનંદ પ્રવચન દર્શન કરી? ડુંગરની ટોચથી એક મનુષ્ય અગાધ પાણી છે એમ ધારી તરસ મટાડવા માટે નીચે ઊતર્યો, પણ જ્યાં ચાંગળું પાણી લીધું કે તે નિરાશાને કાંઈ પાર રહે ? શ્રાવકકુળમાં ધર્મ પમાય એવી ભવાંતરની વાસનાએ અહીં આવ્યા બાદ વૈચિત્ર દેખે એની હાલત કઈ?
શ્રીકૃષ્ણ જેવા, પરાણે ધર્મમાં કેમ જોડતા હતા તે આથી માલુમ પડશે. માતા પિતાની કન્યાને પિતા પાસે (કૃષ્ણ પાસે) શા માટે મેકલે છે ? સારા વર સાથે સંબંધ સાંધી આપે (પરણાવે એ જ ઉદ્દેશ છે ને ?
ત્યાં શ્રીકૃષ્ણ મહારાજ પૂછે છે કે-રાણી થવું છે કે દાસી ?” આ પ્રશ્ન દુનિયાદારીને છે એમ લાગશે, પણ આ પ્રશ્ન જ નકામે. છે. નાના છોકરાને પૂછીએ કે “ડાહ્યા થવું છે કે ગાંડા ?' તે શું કહેવાને ? કૃષ્ણજી ઉંમરલાયક છોકરીને પૂછે કે “રાણી થવું છે કે દાસી ?” અર્થાત્ સારી થવામાં જ રાણીપણું છે અને રાજાની રાણી બનવામાં દાસીપણું છે. જેમ દવાખાને આવેલ દદ દઈ સાંભળી મેં બગાડે, દવાની કડવાશને અંગે ડાકટરને ગાળ પણ દે પણ ડાકટરનું કામ એક જ કે દદીને નિરોગી બનાવે તેમ ભવાભિનંદીએ ગમે. તે પ્રલાપ કરે પણ ધર્મિષ્ઠોનું ધ્યેય તે તેઓના હિતનું જ હોવું જોઈએ.
સેળ હજાર મુકુટબદ્ધ રાજાની સભામાં શ્રીકૃષ્ણ પોતાની વર વરવાને આવેલ પુત્રીઓને આ પ્રશ્ન કરે છે ! આ પ્રશ્ન સૂચક છે જે ઉત્તર જોઈએ છે તે જ એમાંથી મળવાનેઃ દાસી થવાનું કેણ કહે ? સૌ (દરેક) રાણી થવાનું જ કહે ! અને એ જ મુજબ પેલી કન્યાઓ રાણ થવાનું કહે છેઃ કૃષ્ણજી રાણી થવાના શબ્દોને ક્યાં લઈ જાય છે ? તરત આદેશ કરે છે કે “રાણી થવું હોય તે ભગવાન શ્રી નેમિનાથજી મહારાજ પાસે દીક્ષા લે !” પોતાની જ પુત્રીઓને આ આદેશ કરનાર, પરાણે આવી પ્રેરણા કરનાર, એ પિતાને રૂંવાડે રૂંવાડે ત્યાગધર્મ કે વચ્ચે હશે ! એ ત્યાગધર્મ પ્રત્યે કેટલું બહુમાન હશે !