________________
સમ્યક્ત્વ
૨૪૦
તરીકે ધારાનગરી રાખ અને રાજાની જગ્યાએ મારું નામ રાખી આખી વસ્તુને પ્લેટ ફેરવી નાંખ! ધનપાલ આ વખતે શું કહે છે તે સાંભળો ! ધનપાલ કહે છે કે તમારી અને કથાનાં પાત્રોની વચ્ચે કાગડા અને હંસના જેટલું અંતર છે ! એટલે આ કથા તમને લાગુ પડતી ન જ બનાવી શકાય !” આ નિર્ભયતાને વિચાર કરે, એના હાથમાં જીવન-મરણની દોરી છે, રાજા છે, સત્તાધીશ છે, આ દેશ જેના હુકમમાં પ્રવર્તે છે. ધારે તે મરણુત ઉપસર્ગો પણ તે આપી શકે છે ! આટલું છતાં ધનપાલ નિર્ભય છે! હવે એ નિર્ભયતાની કિંમત આંકે ! જે હવે શું કર્યું ? તેણે પુસ્તક બાળી નંખાવ્યું, પરંતુ ધનપાળની પુણ્યવતી પુત્રી તિલકમંજરીને એ પુસ્તિકા મુદ્દગત હતી. તેણે સમરણ કરીને આખી પુસ્તિકા ફરી લખી નાંખી!
કુશળતા શી રીતે સંભવે ? કહેવાની વસ્તુ એ છે કે શાસ્ત્રમાં કુશળતા જોઈએ. જેનામાં આ કુશળતા ન હોય તે રાજાને કાગડે ન કહી શકે. હવે વિચાર કરો કે એ કુશળતા કયાંથી અને શાથી આવે છે ?
જવાબ :–તીર્થ–સેવાથી! જૈન–શાસનને જણાવેલાં સ્થાવર અને જંગમ તીર્થોની સેવામાં જે સદા સર્વદા લીન રહે છે તે જ જૈનશાસનમાં કુશળતા પામી શકે છે ! જૈનશાસનની આવી કુશળતા એ પણ સમ્યક્ત્વને શેભાવવાનું એક આભૂષણ છે !
મેક્ષ પહેલાં સમ્યકત્વ. મેક્ષ પહેલાં સમ્યક્ત્વ સમજે ત્યારે મોક્ષને માર્ગે પ્રયાણ કરવાને માટે કાંઈ કરે તે પહેલાં તમારે સમ્યકત્વની પ્રાપ્તિ કરે જ છૂટકો છે. જ્યાં સુધી સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ શકાતું નથી ત્યાં સુધી બીજા ગમે તે ઉપાયો કરે, પણ તે જરૂર નિષ્ફળ જવાના છે. હવે સમ્યક્ત્વ શી રીતે મળે ? તેને માટે વિચારપલટાની જરૂર છે. વિચારપલટો થ જ જોઈએ. રાગમાં જે સુખવૃત્તિ છે તે જવી જોઈએ અને ત્યાગમાં સુખવૃત્તિ ઉપજવી જોઈએ હવે વિચારે કે એ વિચારપલટો શી રીતે