________________
:૨૨૨
આનંદ પ્રવચન દર્શન કૂવામાં પડવા માટે શું સૂર્ય દોષપાત્ર છે? એ જ પ્રમાણે દેવે તે દયાથી ધર્મને ઉપદેશ કહ્યો છે. તે સાંભળે અને જે તેને અમલ ન કરે તેને આપણે કે જાણ? તમે દેવને દેવક દેનાર કે મિક્ષ દેનાર કહો છે પરંતુ તેને નરક દેનાર, નિગોદ દેનાર કેમ કહેતા નથી? અજવાળું તે કૂવામાં પડતા બચાવે જ છે. તે કૂવામાં પાડતું તે નથી જ. અજવાળું ન હોય તે કૂવામાં, ખાડામાં, કાંટામાં પડવાનો સંભવ તે ખરો જ ! પણ એમાંથી બચી જવાય તે શાથી? અજવાળાથી જ.
દેવને માનવાનું બીજ ધર્મમાં છે. એ જ પ્રમાણે દેવના ઉપદેશ વગર જ પાપ કરી કરીને નર્કનિગોદમાં રખડતા હતા, દેવે ધમને ઉપદેશ કર્યો, ધર્મનું એ આલંબન કર્યું, તેથી જો એ ધર્મના આલંબનના પરિણામે દેવલોક અને મોક્ષ મેળવવાને સદ્દભાગ્યશાળી થયા છે, માટે દેવને જ દેવલોક દેનાર અને મેક્ષ દેનાર માનીએ છીએ. પરંતુ તેને નિર્કનિગોદ દેનાર માનતા જ નથી. કાંટા સ્વાભાવિક રીતે જ વાગી રહ્યા હતા. તેમાંથી જે બચી ગયા એ દેવને પ્રતાપે બચ્યા છે. શિક્ષકે તમને ભણાવ્યા તેથી તમે શાણું અને કમાઉ થયા તે એ સ્થિતિ માટે માસ્તરને પ્રભાવ ગણાય કે ન ગણાય? તમને સુધાર્યા કોણે? શિક્ષકે ! પણ જે ન સુધર્યા, મૂખ રહ્યા, અજ્ઞાની રહ્યા તેમને અજ્ઞાની કેણે બનાવ્યા? શું માસ્તરે અજ્ઞાની બનાવ્યા? ના ! માસ્તર ન હોય તે પણ દુર્જનતા, અજ્ઞાનતા રહેલી જ છે. - તે જ પ્રમાણે અહીં પરમેશ્વર દેવલોક કે મક્ષ દેનારા ગણાય છે. તેથી ધમરવા વગેરે કહીએ છીએ. જેમ અજવાળાનું કાર્ય કાંટાને દેખાડવાનું છે તેમ અહીં પરમેશ્વરનું કાર્ય હોય તે તે જગતને ધર્મોપદેશ આપવાનું છે. અધર્મથી, પાપથી બચાવવા માટે દેવને ઉપકાર હેઈ શકે. આથી સાબિત થાય છે કે પરમેશ્વરને માનવાની જડ, એનું બીજ ધર્મમાં રહેલું છે. જે ધર્મ જેવી ચીજ ન હોય તે દેવને માનવાની જરૂર જ નથી.