________________
દેવ-ગુરૂ-ધર્મ
ભયને જે સંસ્કાર પેસ જોઈએ તે પેઠે નથી. જે સાચા સ્વરૂપમાં તમે પાપને ભય પામ્યા છે, તે તે જરૂર સાપ કરતાં પાપની અસર જ વધારે તીવ્ર થાય એમાં જરા સરખે શક નથી.
સાપને ભય મૂકે, પણ પાપનો ભય રાખો ! એ પગથીએથી જ્યારે તમો ઊંચે ચઢશે ત્યારે સાપને ભય નહિ લાગશે પરંતુ પાપને ભય જ લાગશે, કેઈ સાક્ષાત્ અગ્નિ માથે મૂકશે તે પણ પછી તેને ભય પણ લાગવા પામશે નહિ અને કઈ અજબ પ્રકારનું બળ આત્મામાં ઊભું થશે. આવા દૈવી બળની પ્રાપ્તિ નહિ કરશે. ત્યાં સુધી રાશીના ચક્રમાં રખડવાનું તો છે જ! ખંધક મુનિનું જ એક દષ્ટાંત લઈએ.
ખંધક મુનિ મહાસમર્થ, આદર્શ તપસ્વી અને વિક્રેન હતા. તેમને ૫૦૦ શિષ્ય હતા. કેઈ એક નગરીમાં તેઓ જઈ ચડયા. એ વેળાએ ત્યાંના રાજાના પ્રધાનની સલાહથી રાજાએ થડા સમયને માટે રાજતંત્ર પ્રધાનને સેંપી દીધું. પરિણામ એ આવ્યું કે પ્રધાને બંધક મુનિ અને તેના શિષ્યોને અવળી ઘાણુએ પીલાવીને મારી નાંખ્યા. આ સ્થિતિ જોતા છતાં મહામુનિ અંધકને ક્ષેભાન થયે; આવી પરમ સ્થિતિને તમે શું કહેશે?
તમારી સ્થિતિ વિચારો. શિર ઉપર અંગારા વરસતા હોય તે છતાં શરીરને વાળ સરખો પણ ફરકવા ન દેવ! ન જ ફરકે, શરીરની ચામડી ઉતારે તે પણ ચિત્ત જરાએ ચંચળ ન બને ! એ સ્થિતિ ક્યાં? આજની આપણી હાલત કયાં? તેને વિચાર કરો. હું તમને આજ ને આજ એ સ્થિતિ પ્રાપ્ત કરી લેવાનું કહેતો નથી. કહું તે પણ તમે એ ઉપદેશ અમલમાં લાવી શકે એ સ્થિતિમાં નથી. હું તો કેવળ ધર્મભાવનાથી પ્રેરાઈને જ તમેને-મનુષ્ય માત્રને એટલું જ કહું છું કે હે ભાગ્યવાન આત્માઓ! તમે જેટલો ભય સાપને રાખે છે તેટલું જ બસ છે!
સત્ય ધર્મને પામવાનું ફળ શું ? અહીં આપણે આજે કઈ દશામાં છીએ તેને વિચાર કરે.