________________
સમ્યક્ત્વ
૨૩૯
તે આનંદ પહેલાં આવતા હતા ખરા કે ? જ્યારે નિર્જરા ચાલુ હતી. હજી સુધી આત્માની સ્થિતિ તે એ જ છે કે પારણામાં આપણે આનંદ ગણીએ છીએ. પરતુ ચાલુ નિરામાં એ આનંદ ગણવામાં આવતા નથી ! તમે સામાયિકમાંથી ઊઠે! છે, ત્યારે આનંદ થાય છે ને કે હાશ! પરવાર્યાં!” વગેરે શબ્દો એકાએક નીકળે છે. જવામ આપે કે એ આનદ શા માટે થાય છે ? શા માટે એવું થતું નથી કે અરે! સામાયિક એ જ મારે તેા હંમેશ માટે કરવાનું હતું, એમ કરવામાં જ મારા ફાયદા હતા,' પરંતુ એટલી કક્ષાએ પહેાંચવા જેટલા હજુ વિલ્લિાસ નથી ! અને જે થેડા ઘણા વિયેલ્લિાસ છે તે આગળ ટકી શકતા નથી !’
પારણુ' શા માટે ? તમારા ખ્યાલમાં હશે કે હેરામાં આવનારાએ પગથીએ સહેજ બેસે છે અને પછી જાય છે! એ સહેજ બેસવામાં તત્ત્વ શું છે તેના વિચાર કરે ! તત્ત્વ તા એ જ છે કે અહીં હંમેશાં મારે બેસવુ' જ જોઇએ, અર્થાત્ ભગવાનના સાંનિધ્યમાં રહેવાના જ મારે યત્ન કરવા જોઇએ. પરતુ એ બનતું નથી માટે સહેજ બેસું છું, એવા ભાવ લાવવા ઘટે. એ જ સ્થિતિ પારણા વખતે થવાની પણ જરૂર છે. પારણુ કરો તે વખતે તમારા હૃદયમાં એટલી વાત તેા જરૂર રહેવી જ જોઈએ કે અંખડ તપશ્ચર્યાં કરવી એ જ મારી ફરજ છે અને લાંબી તપશ્ચર્યાં પણ ખીજાએ ઘણા કરી શકે છે. અરે, એટલું જ નહિ; પણ એ તપશ્ચર્યા કરવામાં જ કલ્યાણ રહેલું છે, પણ મારાથી તે નથી ખનતું માટે હું પારણુ કરુ છું. પરંતુ આ ભાવના ન હોય અને માત્ર સામાયિકમાંથી પરવારી જવામાં અથવા પારણામાં જ જે હૃદય નિરાંત અને શાંતિ માને છે તે હૃદય ખરેખરી રીતે શાંતિથી દૂર છે. આત્માની સ્થિતિ વિચાર.
આશ્રવબંધના રસ તમારામાં લીલે છે! એ રસ લીલા છે ત્યાં સુધી કાંઇ દહાડા વળવાના નથી ! એ રસ સુકાઈ જવા જોઈએ અને તે સુકાઈ ને સાક્ થવા જોઇએ, અને તેને બદલે સવર નિર્જરાને