________________
સમ્યત્વ
૨૪૫ જોઈએ અને જ્યાં તમને એમાં રસ પડયો કે ત્યાં તમારે બીજાઓને એ માર્ગે દોરવા જોઈએ.
આત્માને ઝવેરી. શ્રી મહાવીર ભગવાનના સમયનું એક ઉદાહરણ લ્યો. એ સમયે એક જૈન ઝવેરી છે. એક અનાર્ય દેશનો રાજા આ ઝવેરીની પાસે આવે છે. આ રાજા ઝવેરાતનો ભારે શોખીન છે. અનાર્ય રાજા પૂરજનેને ગામ બહાર જતા જોઈને ઝવેરીને પૂછે છે કે આ બધા લોકે કયાં જાય છે ? લોકે તો ભગવાન એ ગામમાં પધાર્યા છે તેમનાં દર્શન કરવા જાય છે પરંતુ જેન ઝવેરી અનાર્ય નરેશને કહે છે કે ગામ બહાર એક મેટ ઝવેરી આવ્યું હોવાથી લોકો મળવાને જાય છે !
હવે અહીં સમજે ! જેન ઝવેરી અનાર્ય નરેશને એમ શા માટે નથી કહેતા કે ગામ બહાર ભગવાન પધાર્યા છે ? જે ભગવાન પધાર્યા છે એમ કહે તે એ અનાર્ય રાજા ત્યાં જાય નહિ અને પ્રભુના સંસર્ગમાં આવે પણ નહિ ! અને આ જૈન ઝવેરીની મરજી છે કે પોતાના મિત્રને પણ સમ્યક્ત્વના માર્ગે વાળ જોઈએ, આ કારણથી તે અનાર્ય રાજાને એમ કહે છે કે ગામને દ્વારે ઝવેરી આવ્યો છે. આમ કહેવામાં પણ જેન ઝવેરીને ઉદ્દેશ તે એ જ છે કે અનાર્ય રાજા ઝવેરાતને બડે શેખીન હોવાથી તે ભગવાન પાસે જાય, તેમના સમાગમમાં આવે અને આત્માનું કલ્યાણ કરે ! મને દલાલીને લાભ મળે તેના કરતાં આ રીતે અનાર્ય રાજાને ધર્મને માર્ગે પ્રેરું એને લાભ વધારે છે. એવો વિચાર જે કરે છે તેની મને દશાને વિચાર કરે ! અને તેની સાથે તમારી સ્થિતિ સરખાવો ! તમારી પણ એ ફરજ છે કે તમારે એ રસમાં બીજાને જોડવા જોઈએ!
ઝવેરાત દેહનું કે આત્માનું ? જગતમાં ઝવેરાત તે બે પ્રકારનાં છે. એક ઝવેરાત જડ દેહનું