________________
૧૪૩
સમ્યક્ત્વ એમ કહેનારા શેરીએ શેરીએ અને ચૌટે ચૌટે મળે છે કેઃ “અરે, આવ્યા, આવ્યા, દેવતા !” પણ એવું કહેનારા જ માતા અને હનુમાનને પૂજવા દોડે છે !
આવી સઘળી ઉપાધિઓથી તમે મુક્ત થઈ જાઓ અને ગમે તે સંજોગોમાં ચલાયમાન ન થવાય એવી સ્થિતિ મેળવે તેનું નામ સ્થિરતા. આ સ્થિરતા સમ્યક્ત્વને શોભાવનારું પ્રથમ ઘરેણું છે.
છાપાના કાગળ વિચાર ફેરવી શકે છે. કદાચ એમ માને કે ચાહે તેવા દેવતાઈ ચમત્કારો થાય, કઈ લબ્ધિસિદ્ધિવાળે આવીને તમને પ્રલોભનમાં ફસાવવાને વિચાર કરે અને અનેક પ્રકારે તમારી પરીક્ષા કરી જુએ છતાં તમે ધર્મથી ચલાયમાન નહિ થાઓ તેનું નામ સ્થિરતા ! આજની સ્થિતિ અને આ સ્થિરતા બેની વચ્ચે કેટલો તફાવત છે તે તમે તપાસી જુઓ. આજની સ્થિતિ તે એ છે કે એક છાપામાં ગમે તેવા સમાચારો વાંચતાની સાથે તરત વાંચનારના વિચારો ફરી જાય છે. વાંચનારના મગજમાં જજમેન્ટ તૈયાર થઈ જાય છે અને જગત્ સમક્ષ તે જજમેન્ટ કહી સંભળાવે છે. વાંચવામાં આવેલી વાત સાચી છે કે જુઠ્ઠી છે તેની તપાસ કરવાને માટે પણ કઈ થોભતું નથી ! હવે ખ્યાલ કરે કે એક સામાન્ય છાપાનાં કાગળિયાં તમારા વિચારે ફેરવી નાખે છે તે દે આવીને તમને પીડા આપે કિંવા પ્રલોભન આપે, તો તેવા સંજોગોમાં તો તમે કેવી રીતે ટકી જ શકો !
પ્રાણ, પરિવાર અને પેસે. આવી પરિસ્થિતિ ન પરિણમે તે માટે એટલે નિશ્ચય તે થવું જ જોઈએ કે ભલે પ્રાણ જાય, પરિવાર જાય કે પૈસે જાય ! પણ ધમ તે ન જ જ જોઈએ! જ્યારે આવી દઢતા આવે ત્યારે જ તમારામાં થયેલા વિચાર–પલટે સાર્થક છે, તે સિવાય તમારા વિચારોમાં થએલો પલટે સાર્થક નથી. વિચાર–પરિવર્તન થાય તે પછી આવી સ્થિરતા જરૂરી છે. સ્ત્રીને માટે જેવું પતિવ્રતપણું છે, શિયળ એ તેને માટે જેવું આભૂષણ છે, તે જ પ્રમાણે સ્થિરતા એ