________________
૨૪૨
આનંદ પ્રવચન દ
તેને શેભાવવાને પાંચ ઘરેણાંની જરૂર છે. જેમાંનું પહેલુ ઘરેણુ સ્થિરતા છે ! યાદ રાખે! કે વિચારાના પલટા બહુ ઝપાટાબંધ થાય છે. આજે એક વિચાર આવે છે એ વિચાર આમરણાંત ટકી જ રહેશે એવા નિરધાર તમે કરી શકે તેમ નથી. સામાન્ય વિચારા પવનના ઝપાટાની માફક ફેરવાય છે તેા આત્મા સંબંધીના વિચારા ઝપાટાબંધ ફેરવાઈ જાય તેમાં નવાઈ શી !
* સ્થિરતા ‘* જોઇએ.
સાક્ષાત્ દેવતાએ આવીને ઊભા રહે અને ભય બતાવે કડવા લાલચ ખતાવે તે છતાં વિચારે એક અણુ માત્ર પણ ન ખસે એનુ નામ તે વિચારેાની સ્થિરતા ! સાપના લીટા જોઇને તમેા ભાગી જાઓ; તા પછી સાપ જોઇને તેા કેવી રીતે ટકી શકે ? સુદેવને માનવાને દાવા કરો છે! છતાં' મહાદેવ, કાકા બળીયા, હનુમાન વગેરેને નામે દ્વારવાઈ જાઓ છે ! હજી સાપના લીટા છે ! જેમ ત્યાં સાપના લીટા છે અને ખરે સાપ તા તમેાએ જોયે પણ નથી તે જ પ્રમાણે આ દેવાને પણ માત્ર તમે કલ્પનાથી જ માનેા છે. ખરુ' કહું તેા ચાલતી આવેલી ઘરેડમાં ચાલીને જ એ દેવને તમે માને છે. તમે પ્રત્યક્ષ માતા કે હનુમાનને કેાઈના ઉપર દયા દર્શાવતા જોયા નથી. છતાં તે માતા કે હનુમાન આવીને ઊભા રહે, ત્યારે તમારી સ્થિતિ શું થાય ? પહેલા અલ’કાર,
અહીં જ જૈન સાહિત્યનું પેલું ઉદાહરણ યાદ કરેા. શ્રી ઉપાસકદશાંગમાં શ્રાવક કામદેવાદિને સાક્ષાત્ દેવતાએ દર્શન દીધાં અને તેને ધર્માંથી ચલિત કરવા માંડયા. ઘરની સઘળી સંપત્તિ કાઢીને બહાર ફેંકી દીધી. ઘરનાં છેાકરાંના કટકા કરીને તેલમાં તળી નાંખ્યા, દેવતા કહે છે કે ધર્મ છેાડી દે! જો એટલ' થાય તા આ યાતના ન ભાગવવી પડે ! પણ.... જવાબ આપે છે કે “જે થવાનુ હાય તે થાએ, પણ હું ધર્માંને છેાડવાના નથી જ. કારણ કે ધર્મ જ મારા આત્માનું કલ્યાણ કરનારા છે !” આનું નામ તે વિચારાની સ્થિરતા ! આજે તા
******