________________
२४०
-
આનંદ પ્રવચન દર્શન
રસ લીલે થે જોઈએ. જે આત્માને વિષે એમ બને છે તેને આત્મા અર્ધપુદ્દગલપરાવર્તામાં જરૂર મોક્ષે જવાને જ જવાને ! આશ્રવ ને બંધને હેય એટલે ત્યજવા ગ્ય ગણે અને સંવર તથા નિર્જરા બેને જ આદરવા લાયક ગણે ત્યારે સમજે કે તે આત્મા માર્ગ ઉપર છે. પણ આત્માની સ્થિતિ શું છે તેને વિચાર કરો ! આત્માની સ્થિતિ તે કાંઈ જુદી જ છે. રાત્રે ઊંઘે છે અને વિપ્ન આવે છે, અને તેમાં સેનું મળે છે, તે રાજી રાજી થઈ જાઓ છો અને પિત્તળ મળે છે તે ભારે દિલગીરીમાં પડી જાઓ છે. એ ઉપરથી તમારા આત્માના સમ્યક્ત્વની પરીક્ષા કરે કે તમારો આત્મા સમ્યફત્વ પામે છે કે નહિ ?
સ્વપ્નામાં સેનું મળે તો પણ આનંદ? સ્વપ્નામાં છો, ઊંઘમાં છે, ત્યાં તે સેનાથી લાભ કે પિત્તળથી હાનિ નથી. આમ છતાં આત્માને આનંદ કે દિલગીરી કેમ સ્પશે છે? જેમ પિત્તળ મળે છે અને આત્માને દિલગીરી થાય છે તે જ પ્રમાણે આશ્રવબંધ વખતે પણ અંત:કરણ નારાજ થાય છે ? સાચો જવાબ આપે તે એ જ જવાબ છે કે “ના !” જ્યાં સુધી આ જવાબ “ના” ને કાયમ છે ત્યાં સુધી તમે ભલે સુદેવાદિને માનતા હે, તે પણ નક્કી માને કે સમ્યકત્વને પગથીએ ચઢેલા નથી !
પંચ મહાવ્રતથી સાધુ-સંસ્થા પૂજ્ય છે. વિચાર કરો કે તમે દેવને માને છે તે કઈ દષ્ટિએ માને છે? તમે જે દેવને ત્યાગની બુદ્ધિએ માનતા હે તે ત્યાગ રૂચ જોઈએ! જો તમે દેવને ત્યાગની બુદ્ધિથી જ માનતા હો તે તમે તે દેવને સૌથી મોટામાં મેટા કયારે ગણી શકે કે જ્યારે તમે ત્યાગ સૌથી મેટામાં મેટે છે એવું માનતા થાઓ ત્યારે! તમે ગુરૂને શાથી ગુરૂ માની લીધા? વેષથી અને મહાવ્રતથી ! પણ તમે પંચમહાવ્રતને ઊંચામાં ઊંચી ચીજ છે એમ માને નહિ અને તે માન્યતા તમારા મનમાં દઢ થાય નહિ ત્યાં સુધી તમે ગુરૂને માને છે એને કશે અર્થ જ નથી. અર્થાત્ તમારાં દેવગુરૂ સંબંધી ભક્તિ આદિ કાર્યો