________________
સભ્ય
ગ્રંથિભેદ ક્યારે ? શાસ્ત્રકારોએ ગ્રંથિભેદ કરવાને કયારે કહ્યો છે તેનો વિચાર કરે. શાસ્ત્રકારોએ કેવળજ્ઞાન પહેલાં ગાંઠ ભેદવાની કહી નથી. સવવિરતિ કિંવા દેશવિરતિ પામ્યા પહેલાં પણ ગાંઠ ભેદવાની કહી નથી. પણ સમ્યકત્વ પહેલાં ગાંઠ ભેદવાની કહી છે, અર્થાત્ અનેક ગ્રંથમાં સાફ સાફ એવા શબ્દો ઉચ્ચાર્યા છે કે જે ગ્રંથિભેદ કરે છે તે જ સમ્યક્ત્વવાળે છે. ગ્રંથિભેદ કર્યા વિના કોઈ સમ્યકત્વ પામી શકતો. નથી, તે હવે વિચાર કરે કે એ ગ્રંથિ તે કઈ હશે ? જે ગ્રંથિ ભેદવાની સર્વવિરતિ, દેશવિરતિ કે કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં પણ કહી નથી, પણ જે ગ્રંથિ સમ્યક્ત્વ મેળવતાં પહેલાં જ ભેદવાની છે એમ શાસ્ત્રકારો સ્પષ્ટ રીતે ફરમાવે છે, ત્યારે હવે વિચાર કરો કે એ ગ્રંથિ કઈ હશે ? અને તે ભેદાય ક્યારે ?
ગ્રંથિ એટલે શું? - જો તમે એ ગ્રંથિ કઈ હશે તેને વિચાર નહિ કરશો તે તમે એ ગ્રંથિ ભેદી શકવાના નથી. કારણ કે તમે જે કાર્ય કરવા માંગો છો તે કાર્ય કરતાં પહેલાં તે કાર્ય શું છે? તેને તમારે વિચાર કરવો જ જોઈએ. વિચાર કરે કે સમ્યફવની આડે આવે એવી તે કઈ ગ્રંથિ છે? વિષયોની અભિલાષા એનું જ નામ ગ્રંથિ ! વિષયની અભિલાષાનું સુંદરપણું અનાદિકાળથી લાગેલું હતું, એ વિષય અને. તેના સેવન પ્રત્યે આત્માને મેહ હતે. એ મેહને જ નાશ થા જોઈએ. જેણે એને નાશ કર્યો છે તે ગ્રંથિ ભેદી ચૂક્યો છે ! અનાદિ કાળથી જે માન્યતા, જે વિચારો ઘર કરીને બેઠા છે તેમાં પરિવર્તન કરવું એ જ હવે જરૂરી કરે છે. આવી રીતે વિચારોનું પરિવર્તન થાય તે પછી જ આપણે આગળ ચાલી શકીએ છીએ. સર્વવિરતિપણું કે બીજું જે કાંઈ છે તે સઘળું આ પરિવર્તન પછી જ સંભવી શકે છે, તે પહેલાં નહિ જ. જ્યાં સુધી આ રીતે વિચારોમાં પરિવર્તન ન. થાય ત્યાં સુધી સમ્યકેવની પ્રાપ્તિ લેશમાત્ર પણ થવા પામતી જ નથી.