________________
સમ્યક્ત્વ
૨૩૫ તરીકે માનવા તૈયાર થશે ? નહિ જ ! તીર્થંકરદેવ શ્રીમાન્ મહાવીર ભગવાન વગેરેને આપણે માનીએ છીએ તે એટલા જ કારણને લીધે માનીએ છીએ કે તેમની પરિણતિ અને પ્રવૃત્તિ ત્યાગની છે. જે ભગવાન મહાવીરે ત્યાગની પ્રવૃત્તિ કિવા પરિણતિ ના કરી હેત તે આપણે તેમના છત્ર નીચે પણ રહેવાને તૈયાર થાત નહિ. વિષય, તૃષ્ણા અને પ્રવૃત્તિ જે આત્માને અનાદિકાળથી સંસારમાં રખડાવતી તે તોને આ મહાપુરુષે ખસેડી દીધાં છે અને તે પણ માત્ર વર્તમાનકાળને માટે જ ખસેડી દીધાં છે એમ નહિ, પણ ત્રણે કાળને માટે ખસેડી દીધાં છે. તેથી જ આપણે તેમને મેક્ષમાર્ગના કમાન્ડર-ઇન-ચીફ માનીએ છીએ અને તેના આશ્રયે રહેવાની આપણી ફરજ માનીએ છીએ.
ભૂલ સમજાઈ ! હવે તમે મહારાજા મહાવીર ભગવાનને તમારા સેનાપતિ માન્યા છે પણ તેમને શા માટે સેનાપતિ માન્યા છે તેનો વિચાર કરો અને એ સેનાપતિ કેવા છે તેને પણ વિચાર કરો. એ સેનાપતિ સંપૂર્ણ ત્યાગી છે. સર્વ કાળ અને સર્વ દેશને માટે તેઓ ત્યાગી છે અને વિષનો ત્યાગ કરાવે છે. આ સેનાપતિની કેળવણી પણ વિષયેના ત્યાગની જ છે. આજ સુધીની આત્માની દશા શું હતી તેનો વિચાર કરો ! આજ સુધી આત્મા વિષયોને જે સેનાપતિ હતું તેને પિતાને મુરબ્બી માનતા હતા, તેની આજ્ઞા ઉઠાવતો હતો અને તેની અધીનતામાં રહેતા હતા. હવે જ્યારે તેના વિચારમાં પલટો આવે છે, તેને પિતાની ભૂલ સમજાય છે ત્યારે તે વિષયના મુરબ્બીને ત્યાગી દે છે અને વિષયને જે ત્યાગ કરાવનારા છે તેને પોતાને મુરબી માને છે.
ત્યાગની પ્રવૃત્તિમાં જ હિત. ત્યારે હવે વિચાર કરો કે અનાદિકાળથી શું ચાલતું હતું? જે વિષયમાં વધારે સાધને આપી શકે તે જ મારો મુરબ્બી અને એ મેળવવામાં જ સુખ, એવી માન્યતા હતી. હવે અહીં વિચાર પલટાય છે અને જે ત્યાગમાર્ગનો સેનાપતિ છે તે જ મારો મુરબ્બી.