________________
સમ્યક
૩૩
સમ્યક્ત્વ એટલે શું ? જે આત્મા નિરંતર વિષયોને સેવે છે તે આત્માં સમ્યક્ત્વ પામ્યો છે એમ કઈ પણ માણસ કહી શકે એમ નથી ત્યારે તમે કહેશો કે સમ્યકત્વ કોનું નામ છે ? એને ઉત્તર એ છે કે જે આત્મા એમ માને છે કે મેં વિષયે મેળવવા પ્રયત્નો કર્યા, વિષયે મેળવ્યા, વિષયે ભેગવ્યા અને વિષયે ભેગવવાનાં સાધને મેળવી આપનારને મુરબ્બી ગણ્યા એને જ પરિણામે હું આ સંસારમાં રખડું છું. આ પ્રમાણેની માન્યતા રાખવી તે સમ્યકત્વ! અલબત્ત, જીવાદિક નવ તો માનવાં, શુદ્ધ દેવાદિને માનવા એ બધાં પણ સમ્યકત્વનાં જ લક્ષણે છે. પરંતુ સમ્યકત્વની વ્યાખ્યામાં જરા ઊંડા ઊતરીએ છીએ એટલે તુરત સમ્યકત્વ માટે ઉપરની વ્યાખ્યા જ માન્ય રાખવી પડે છે.
મોક્ષમાર્ગનું પહેલું બિંદુ. હું વિષયે ભેગવવાને પરિણામે જ આ ભયાનક સંસારમાં રખડ છું—એ ભાવના હૃદયમાં ઊતરી જવી જોઈએ. જે આ વાત હૃદયમાં સેંસરી ઊતરી જાય, તે તેને પરિણામે એ વિષયે છોડવા એ પણ મારી ફરજ છે. તે જીવને લાગ્યા વિના રહે નહિ કે અહીં જ સમ્યકત્વ રહેલું છે. વિષનાં અનિષ્ટ પરિણામે માનવાં અને એ અનિષ્ટ પરિણામ માનીને એ વિષ છોડવાનો વિચાર કરવો એમાં જ મોક્ષમાર્ગનું પહેલું બિંદુ સમાએલું છે. એનો અર્થ એ નથી કે વિચાર કર્યો કે બીજે દિવસે જ દરેકને મોક્ષ મળી જ જવાનો છે ! પરંતુ તે છતાં એવો વિચાર સેવવો એ આપણું પુનિત પંથનું પહેલું -પગથિયું છે.
વફાદાર રહેવું જ ઘટે. લશ્કરમાં દાખલ થનારા સિપાઈઓને જ દાખલો ! એક સિપાઈ લશ્કરમાં આજે દાખલ થાય છે કે કાલે જ તે બહાદુર લડવૈયો -બનતું નથી, પરંતુ જે સિપાઈ શુરા સરદારના હાથ નીચે કેળવાઈને -તાલીમ પામે છે તે જ ભવિષ્યમાં શ્રી સરદાર અને બહાદુર લડવૈયો