________________
૧૩ર
અ નંદ પ્રવચન દર્શન
- સમ્યકત્વ પછી જ મોક્ષ. આત્મા એ અનાદિકાળથી આ સંસારમાં રખડે છે. એ રખડપટ્ટીનું કારણ એ જ છે કે આત્માએ સુંદર અને પવિત્ર વિચારો ગ્રહણ કર્યા હોત તે એ વિચારોની અસર તેના વર્તન ઉપર પણ જરૂર થાત અને ભવભ્રમણ કાંઈક અંશે પણ ઢીલું થવા પામ્યું હોત. શાસ્ત્રકારોએ સ્થળે સ્થળે એક વાત મુક્તકંઠે ઉચ્ચારી છે કે જે આત્માને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ છે તે આત્મા અર્ધ પુદ્ગલપરાવર્તથી વધારે વખત આ સંસારમાં રખડવા પામતે નથી, અને એટલે કાળ વીત્યા બાદ જરૂર તેને મેક્ષની પ્રાપ્તિ થવા પામે છે.
વિષય એ જ જીવનની માન્યતાવાળે આત્મા. ત્યારે હવે એ વાત વિચારો કે આત્માને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ તે પહેલાં આ આત્મા શા વિચારે સેવતે હતો? અને સમ્યફ વ પામ્યા પછી તેનામાં ક્યા વિચારો આવે છે? એ બે પ્રશ્નનો ઉત્તરને સમન્વય કરશે. અને તેને ગંભીરપણે વિચારી જે તે સમ્યક્ત્વ કેવી રીતે પ્રાપ્ત થાય છે અને વિચારનું પરિવર્તન પણ કેવી રીતે થવા પામે છે તે તમે સારી રીતે સમજી શકશે. અનાદિકાળથી આ આત્મા એક જ વિચારોને સેવતે આવ્યો છે અને તે વિચારો એ છે કે મનને ગમતા સ્પર્શ, ગંધ, રૂપ અને શબ્દાદિ વિષયો મેળવવાની આશા રાખવી. ગમે તે ઉપાયોથી એ વિષયો મેળવવા અને તે વિષયોનું સેવન કરવું એ જ આત્મા ઈચ્છતો હતો.
આત્માને શરીર ગમે તેવું મળ્યું હોય તેને અને આ વિચારોને કાંઈ સંબંધ જ નથી. ચાહે તે આત્મા એક ઈદ્રિયવાળા શરીરમાં હે, બે ત્રણ ચાર કે પાંચ ઈન્દ્રિયવાળા શરીરમાં હો, દેવલોકમાં હે કિંવા તિર્યચપણામાં હે; પણ એ આત્માએ પાંચ જાતિ અને ચારે ગતિમાં એક જ વિચારણા રાખી છે કે ગમે તે માર્ગે વિષય મેળવવા માટે પ્રયત્ન કરો અને એ વિષયો જેઓ મેળવી આપે તેને માનવંતા અને પૂજવા યોગ્ય ગણવા ! આ સિવાય આત્માએ આજ સુધીમાં બીજો એકે વિચાર કર્યો નથી.