________________
૨૩૦
આનઃ પ્રવચન દુન
નહિ જ ! એટલા માટે ભગવાને કહ્યુ છે કે આત્માએ સુકૃત અનુમાઇન વગેરે ઉપાયા દ્વારા ઉદ્યમ કરવા જોઈએ અને એ રીતે ઉદ્યમ કરી ભવસ્થિતિ પકવવી જ જોઈએ, એકે ઝપાટે એ કાર્યમાં સફળતા ન મળે તે જુદી વાત હે, પરંતુ એ દિશાએ યત્ન તા કરવા જ જોઈ એ. જે આવા યત્ન કરે તે જ સાચા ભવ્ય જીવ છે અને તેવાને માટે આજે નહિ તા કાલે જરૂર મેાક્ષ નિર્માણ થએલા છે.
ધર્મવૃક્ષ
પ્રભુ શ્રી જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલ ધર્મ એ વૃક્ષ છે, સમ્યત્વ એ એનું મૂળ છે, સિદ્ધાન્તા એ એનું થડ છે. તે ( દેશિવરતિ કે સવિરતિ ) એ એની ડાળીઓ છે. અઢાર હજાર શીલનાં અંગેા એ પાંદડાં છે, દેવની ઋદ્ધિ, મનુષ્યની ઋદ્ધિ, સમૃદ્ધિ એ પુષ્પા છે, એ ધ વૃક્ષ, જિનેશ્વર ભગવતનાં વચનારૂપી પાણીની નીકથી નિર'તર સી'ચાય છે, અને પ્રાન્તે એમાંથી નિર્વાણ-મેાક્ષરૂપી ફળ મળે છે. આવા વૃક્ષને હમેશાં આદરા, સેવા, અનંતા સાધુ, વગેરેએ આ વૃક્ષ આદરી, સેવી નિર્વાણુ ફળને મેળવ્યું છે.