________________
દેવ-ગુરૂ-ધર્મ
૨૯ આવ્યા છે, પણ અંતે એ ચાર થાંભલામાંથી ટકતે એકે નથી. નાશ સઘળાને જ થાય છે ! આટલા ઉપરથી તમે જાણી શકશે કે દુર્ગતિ ટાળનારા આ થાંભલા નથી જ, પરંતુ આત્માને દુર્ગતિ આપનારા જ આ થાંભલા છે. ધર્મ જ એક એવે છે કે જે સદ્દગતિ આપે છે અને દુર્ગતિમાંથી બચાવે છે.
ફી નહિ, પણ સ્વરૂપ એાળખે. ધર્મના ફળની મહત્તા કેટલી વિશાળ છે, તે આ ઉપરથી તમે જોઈ શકશે, છતાં અહીં એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે તેનું હું તમને સ્મરણ કરાવું છું. ધર્મનું ફળ આવું ઉત્તમ છે તે છતાં એ ફળની મહત્તા જોઈને ધર્મમાં પ્રવૃત્તિ કરવી તેના કરતાં ફળનું સ્વરૂપ જાણુને પછી તેમાં પ્રવૃત્તિ કરવી એ વધારે સારું છે. ફળની મહત્તા કેઈવાર માણસને મેહ પમાડીને ફસાવી દે છે પણ ફળના સ્વરૂપની મહત્તા ફસાવી દઈ શકે નહિ. જે દૂધને માત્ર તેના દેખાવ ઉપરથી જ જાણે છે તે દૂધને બદલે આકડાનું કે શેરીઆનું દૂધ પણ દૂધ તરીકે સ્વીકારી લેશે. પણ દૂધના સાચા સ્વરૂપને જે ઓળખે છે તે આવા ફંદામાં ફસાશે નહિ. જે કઈ ધર્મને એટલે ધર્મના ફળના સ્વરૂપથી સમજશે તે કેઈપણ દિવસ નામધર્મ તરફ દેરાવા પામશે નહિ.
હવે આપણે ધર્મના સ્વરૂપને વિચાર કરીએ. ધર્મને સ્વરૂપથી સમજતાં બે પ્રકારને ધર્મ ફલિત થાય છે; ૧. સાગાર ધર્મ અને ૨. અણગાર ધર્મ. આ બે બિંદુઓ મહત્ત્વનાં છે અને જે તે અને બિંદુઓ તરફ ધ્યાન રાખીએ તો માલૂમ પડશે કે આપણું માટે હજી શું અને કેટલું બાકી છે? નિદવાસી- કેઈપણ જીવ આ બિંદુએએ પહોંચ્યું નથી. એનું કારણ વિચારવા યોગ્ય છે. બે ત્રણ ચાર ઈન્દ્રિયવાળાની ભવસ્થિતિ પાકી હોય એમ તમે જાણે છે? ભવસ્થિતિ પાકવી એટલે એનો સામાન્યમાં સામાન્ય અર્થ
એ છે કે મેક્ષમાર્ગે જવાને કટિબદ્ધ થવું. નારકીના છે, દેવતા કે બીજા કેઈની પણ ભવસ્થિતિ સ્વયં પોતાની મેળે પાકી છે?