________________
૨૩૬
આ
આનંદ પ્રવચન દર્શન
એ વિચાર દાખલ થાય છે. આ રીતના વિચાર-પલટાને જ શાસ્ત્રકારોએ સૌથી જરૂરી અને પહેલા પગથીઆ તરીકેની વસ્તુ ગણાવી છે અને એ જ નિશ્ચય ઉપર શાસ્ત્રકારોએ સંસારનું અલ્પપણું પણ જણાવ્યું છે. અનાદિકાળથી વિષયની પ્રવૃત્તિને હિતકારી માનતા હતા, હવે ભૂલ સમજાવવા પામી છે કે એ પ્રવૃત્તિ નાશકારી છે અને ત્યાગની પ્રવૃત્તિ એ જ ખરેખરી હિતકારી પ્રવૃત્તિ છે. આ પ્રમાણેની માન્યતા એને જ શાસ્ત્રકારોએ સમ્યક્ત્વનું પહેલું પગથિયું ગયું છે.
| મોક્ષમાર્ગના દર્શક કેણુ? આપણે તીર્થંકરદેવોને માનીએ છીએ તે પણ આટલા જ કારણથી માનીએ છીએ કે તેઓ આપણું મેક્ષમાર્ગના પ્રથમ દર્શક છે. જો આમ ન હતા તે આપણને તીર્થંકરદેવોને માનવાની જરૂર શી હતી ? જ્યારે આપણે અનન્ય ત્યાગી તીર્થકરોને દેવ, પંચમહાવ્રતાદિના પાળનારાને ગુરુ અને તપસ્યાદિને ધર્મ મા તે એમની પ્રભુતા માન્ય રાખીને એટલે જેટલે અંશે ત્યાગ કરતા જઈએ છીએ તેટલે અંશે આત્માનું વધારે અને વધારે પ્રમાણમાં હિત થવા પામે છે. પહેલાં એમ માનતા હતા કે જેમ જેમ વિષયોની પ્રાપ્તિ થાય છે તેમ તેમ હિતના માર્ગમાં આપણે આગળ વધીએ છીએ. હવે એમ માનતા થયા કે પહેલાની માન્યતા ખોટી છે અને ત્યાગ તે જ સાચું હિત છે. આ પ્રમાણેની માન્યતા થઈ એ જ સમ્યકત્વની જડ છે.
આત્માને સેટીએ ઘસે. આટલે સુધી આવ્યા પછી તમારે એ વિચારવાનું બાકી રહે છે કે વિષય આત્માને જેટલા પ્રિય લાગતા હતા અને તેમાં આત્માની જેટલી સુખવૃત્તિ હતી તેટલી સુખવૃત્તિ આત્મા ત્યાગને માટે ધરે છે કે કેમ? અને ત્યાગ એટલે જ આત્માને પ્રિય લાગે છે કે કેમ? આત્માના વિચારોને માટે આ કેસેટી છે. આ કસોટી ઉપર જ્યારે તમે તમારા આત્માને ચઢાવશે ત્યારે જ ખબર પડશે કે આત્માના વિચાર સમ્યક્ત્વના છે કે મિથ્યાત્વના છે?