________________
૨૩૪
આનઃ પ્રવચન દત
o
થઈ શકે છે. એ જ ઉદાહરણ અહી આત્માને પણ લાગુ પડે છે. આત્મા વિચાર બદલે છે કે તે સાથે જ તેના આર‘ભાદિક વિષયે એકદમ એક સાથે જ છૂટી જતા નથી, પણ જેમ લશ્કરમાં દાખલ થએલા અને શૂરા સરદાર થવાની લાયકાત મેળવવાની ઉમેદવાળા ઉમેદવારાને લશ્કરમાં સેનાપતિના હાથ નીચે તાલીમ લેવી પડે છે અને સેનાપતિના સઘળા હુકમા બહુ જ માનપૂર્વક માનવા પડે છે, તે જ રીતે જે આત્મા પણ પેાતાના વિચારામાં પરિવર્તન કરીને મેાક્ષમાના પથ લેવા ઇચ્છે છે, તેણે એ ત્યાગમાર્ગની ઊંચી ટોચે ચઢેલા સેનાપતિના સઘળા હુકમા માન્ય કરવા જોઈએ, તેને મુરબ્બી માનવા જોઈએ. લશ્કરમાં દાખલ થનારા જેમ સર્વ રીતે મન, વચન અને કાયાથી પોતાના સરદારને વફાદાર રહે છે, તે જ પ્રમાણે ત્યાગમાગ માં પણુ ઊંચી ટોચે ચઢવા માંગનારાએ એટલે મેાક્ષાભિલાષીએ ત્યાગમાગ માં સર્વોત્તમતા પ્રાપ્ત કરેલાની અધીનતા સ્વીકારવી જ જોઈએ અને એના સઘળા હુકમાને મન, વચન અને શરીરથી વફાદાર રહેવું જ જોઇએ. આપણા સેનાપતિ કેણુ ?
ત્યારે હવે વિચાર કરો કે એ ત્યાગમાના સેનાપતિ કણ છે ? વિષયાને જીતીને ત્યાગની ઊંચામાં ઊંચી ભૂમિકા કોણે પ્રાપ્ત કરી છે ? અને આ દિશાએ અનન્ય સ્થાન કાણે મેળવ્યું છે?
જવાબ એ જ છે કે તીર્થંકરદેવા એ જ માક્ષમાના શૂરા સેનાપતિ છે. તેથી જ મનુષ્ય માત્રે વિચારમાં પરિવર્તન કરી મેાક્ષની આશા રાખી એ મેાક્ષમાના શૂરા સેનાપતિની દરેકે દરેક આજ્ઞા માનવી જોઈ એ અને તેમની અધીનતામાં રહેવુ જોઈ એ. જેમ સેનાપતિની આજ્ઞા વિના સિપાઈ આઘાપાછેા થઈ શકતા નથી, તે જ પ્રમાણે માક્ષાભિલાષી આત્માએ પણ સ રીતે તીથ કરદેવને શરણે જ રહેવાની જરૂર છે.
તીથ કરીને શા માટે માનવા ?
પરંતુ આપણે તીથ કરદેવાને શા માટે માનીએ છીએ ? શુ “મહાવીર” નામધારી ભળતા જ માણસને તમે તીર્થંકર મહાવીર’