________________
-
૨૨૮
આનંદ પ્રવચન દર્શન આપણે સત્ય ધર્મને પામ્યા છીએ. જેનશાસનમાં જન્મ્યા છીએ અને પરલેકની ઈચ્છાવાળા થયા છીએ. આ સઘળું તમને જ્ઞાન આપવામાં આવે છે ત્યારે જ તમે સમજી શકે છે. આ પ્રમાણે ધર્મથી યુક્ત એવું જ્ઞાન તમને મળે નહિ, ત્યાં સુધી દુર્ગતિ રોકી શકાય જ નહિ. માટે જ શાસ્ત્રકાર મહારાજાએ ફરમાવે કે દુર્ગતિને રોકનારો ધર્મ છે. અનિષ્ટનું નિવારણ કરવાનું કામ ધર્મનું છે, એવા પ્રકારના શાસ્ત્રવચનથી ધર્મની વ્યાખ્યા પૂરી થતી નથી. આટલાથી જ ધર્મ પૂરે થાય છે, એમ માની લેશે નહિ. પરંતુ એ સ્પષ્ટ છે કે ભવિષ્યમાં સદગતિ આપનારો હોય તે તે ધર્મ જ છે. જગતમાં જે વસ્તુ, જે વખતે હેય તે વસ્તુ, તે વખતે કામ કરી શકે છે. કંચન, કુટુંબ, કામિની અને કાયા એ ચાર ચીજ જગતના થાંભલા છે. જગતના થાંભલા છે, જગતના વ્યવહારના થાંભલા આ ચાર જ ચીજ છે અને આ ચાર થાંભલા કેવા છે? કાચી માટીના જ ! શરદી થાય–પાણી લાગે તેટલામાં આ થાંભલા ધસી પડે એવા છે. કાચી માટીના થાંભલા હેય તે પણ એકાદ ચોમાસું કદાચ ચાલેય ખરા ! પણ આ ભૂખરી માટી તે એવી છે કે તે તૂટી જ પડવાની.
- કેડી અને કોટિ બને તજવાના જ છે ! મનુષ્ય કડીવાળો હોય, શુભેદયે વ્યાપાર ઉદ્યોગમાં વધતું જાય અને કટિવાળો થાય ! પણ એ કેડીવાળામાંથી કેટવાળા થએલા શરીરમાંથી આત્મા ચાલ્યો જાય કે ખલાસ ! ન તે આત્મા કેડી કે કેટિ સાથે લઈ જાય છે, ન તો શરીર કેડી કે કોટિ સાથે લઈ જાય છે. સેંકડે સ્ત્રીઓને સ્વામી હોય પણ જગત છોડીને જાય ત્યારે સાથે લઈ જવાની એક પણ નહિ ! ૫૬ કોટિ યાદ હતા, છતાં બધાએ ગયા તેમને એક પણ બાકી રહ્યો નહિ ! ભીમસેન કે જેનું શરીર સ્કૂલમાં ધૂલ હતું, તે પણ ગમે ત્યારે ઝપાટામાં! સંસારના એ ચાર થાંભલા ઉપર–એ ચાર થાંભલા માટે આ જન્મ ગુમાવ્યા ધર્મકાર્યમાં પણ આડા આવ્યા હોય તે આ ચાર થાંભલાં જ આડે