________________
૨૨૬
- - આનંદ પ્રવચન દર્શન
અસરને છાંટ પણ નહિ, છતાં ફેનેગ્રાફ ધર્મનું વ્યાખ્યાન આપે જાય છે !
સાપ ભયંકર છે કે પાપ? હવે બીજી વાત ! સાપનું ઉદાહરણ લે. સાપ કરડે છે તે એનું પરિણામ શું ? સાપ એક ભવનો નાશ કરે છે પણ પાપ તે ભભવને નાશ કરે છે. તે પાપ જીવ અને જીવનનો પણ નાશ કરી નાખે છે. ત્યારે સાપને ભય છે છતાં પાપનો નથી! આનું કારણ શું છે ? એનું કારણ એ છે કે પાપને ભય તમારામાં છે ખરે પણ તે અપૂર્ણ છે, બનાવટી છે, એ ભય ઊંડાણને કિંવા અંતરનો નથી. કુંચી લગાડી કે તાળું ખૂલી જ જાય, તે પાપને ભય તમારામાં નથી જ. ઠીક; તમે ઊંઘમાં છે, સૂતા છે; મગજ તંદ્રામાં પડેલ છે અને તમને એક સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં સાપ દેખાય છે. સાપ તમારી પાસે આવે છે. તમને વિંટાય છે, કરડવા મુખ ઊંચું કરે છે. એટલામાં તમે જાગે છે. ખબર પડે છે કે સાપ એ તે માત્ર સ્વખું જ હતું. બીજું કાંઈ ન હતું, છતાં પણ પા કલાક સુધી તમારી છાતી ધડકશે! હૃદયમાં થડકો જોરથી થશે, ઝપાટાબંધ રૂધિર ફરવા લાગશે, અને બીજાને તમે તમારા સ્વપ્નની વાત કહેશે તે ત્યાં પણ તમારો સ્વર તે જ ભયકંપિત બની જશે.
સાપનો ભય છે. પણ પાપને ભય નથી ! હવે ધારો કે બીજે જ પળે તમેને સ્વપ્ન આવે છે. તે સ્વપ્નમાં તમે ચોરી કરે છે, જૂઠું બેલો છે, અથવા અબ્રહ્મચર્ય સેવે છે અને તરત જાગે છે ! જાગ્યા પછી મૂકો તમારી છાતીએ હાથ! સાપનું સ્વપ્ન આવ્યું અને જે વેદના અનુભવી તેને હજારમે ભાગ પણ આ વખતે નહિ હોય! કદાચ બહુ થાય તે મિત્રને એ સ્વપ્નની વાત કહે, તે કૃત્રિમ રીતે સ્વર બગાડે, ઢાંગ કરી બતાવો, પણ હદયમાં શું ? કાંઈ નહિ !! સાપ દેખીને જેવી અસર થાય તેવી પાપ કરવા છતાં પણ નથી જ થતી. તે પછી બોલે, ભય કેને ? પાપને કે સાપને? એના ઉપરથી એક જ અનુમાન નીકળે છે કે પાપના