________________
mum
દેવ-ગુરુ-ધર્મ
૨૨૫ ધર્મ જ ન હોય તે એ દિવસ આવે કે તમે પલંગ ઉપર ફૂલની પથારીમાં સૂતા હો અને ગુરૂ તમારા ચરણ દબાવતા હાય !!
ધર્મ ગુરૂની સેવાનું ફળ શું છે? દેવ અને ગુરૂને શા માટે માનવાના છે ? તે માત્ર ધર્મને અંગે, ધર્મને માટે અને ધર્મ દ્વારા જ માનવાના છે, ધર્મ એવી જબરદસ્ત વસ્તુ છે કે તેવી જબરદસ્ત વસ્તુ ત્રણે લેકમાં બીજી એક પણ માન્ય રાખવામાં આવી નથી. દુર્ગતિ ટાળી, સદ્દગતિ મેળવી આપનાર હોય તે તે ફક્ત ધર્મ જ છે. માતા, પિતા, સ્ત્રી, પુત્ર, ધન, માલ-મિલકત એ કઈ પણ વસ્તુ આત્માને ભવિષ્યની અધગતિથી બચાવી શકે એમ નથી જ. અજ્ઞાન એ મેટામાં મેટું પાપ છે. “જ્ઞાનં જુ ” એ વાકય સમજવા જેવું છે. ક્રોધાદિક પાપ મેટામાં મેટાં છે, પણ તેનાથી એ મોટામાં મેટું પાપ અજ્ઞાન છે. હિતકારી શું છે અને અહિતકારી શું છે, એ કોણ જાણે છે ? જ્ઞાની તે જાણી શકે છે. કેઈ માણસ હિતાહિત જાણવા માટે જ્ઞાન મેળવે છે, પરંતુ જ્ઞાન મળ્યા પછી એ રાગદ્વેષવાળો થાય છે, તે શું એ માણસે મેળવેલું જ્ઞાન તે જ્ઞાન કહી શકાય ? નહિ જ.
સૂર્ય અને અંધારું સાથે રહી શકે ? સૂર્ય ઊ છતાં અંધારું રહે છે એમ કેણ માની શકે ? સૂર્યોદય થયે તે અંધકાર જ જ જોઈએ, તે જ પ્રમાણે જ્યારે વસ્તુનું વાસ્તવિક જ્ઞાન થાય તો એ જ્ઞાનનું એ પરિણામ આવવું જ જોઈએ કે વર્તન સુધરવું જ ઘટે. જ્ઞાન થયા પછી રાગદ્વેષવાળા થઈએ તો એ જ્ઞાન જ્ઞાન જ ન કહેવાય! આપણને પુણ્ય-પાપનું જ્ઞાન થાય છે, પણ તે કેવું છે ? એ આપણું જ્ઞાન કેનેગ્રાફની રેકર્ડ જેવું છે. તમે ધર્મના વ્યાખ્યાનની રેકર્ડ મૂકો કે તમારા દુશ્મનને ગાળે આપવાની રેકર્ડ મૂકે; ફોનોગ્રાફ તે તમે જે કહેશે તે બોલી જશે ! તેને ચિંતા નથી કે ગાળો આપવાથી ફલાણુભાઈ બદનક્ષીને દાવે. માંડશે! આપણે પણ એ ફેનેગ્રાફની રેકર્ડ જેવા બન્યા છીએ. હૃદયમાં ૧૫