________________
૭૦
સભ્યત્વ
અને તેનાં આભૂષણે.
(વિષયોને લઈ આ સંસારમાં હું રખડે એવી દઢ પ્રતીતિ તે | સમ્યક્ત્વ. સમ્યફટવ એ મોક્ષમાર્ગનું અત્યુતમ સાધન છે. તીર્થકર ભગવાન મોક્ષમાર્ગના સેનાપતિ છે. આ સેનાપતિ સંપૂર્ણ ત્યાગી છે માટે મોક્ષના અભિલાષીએ ત્યાગની પ્રવૃત્તિમાં જ હિત માનવું તે સમ્યક્ત્વનું પહેલું | પગથિયું છે. શાસ્ત્રમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે ગ્રંથિભેદ કરવાનું કહ્યું છે. a આ ગ્રંથિભેદ એટલે વિષયોની અભિલાષાને ત્યાગ છે.
સમ્યક્ત્વનાં શાસ્ત્રોમાં પાંચ આભૂષણો ગણાવ્યાં છે. તેમાં પહેલું આભૂષણ સ્થિરતા છે. આ સ્થિરતા તે સુલસા શ્રાવિકા જેવી રાખવી જોઈએ.
સમ્યક્ત્વનું બીજું આભૂષણ પ્રભાવના છે. સમ્યક્ત્વનું ત્રીજું આભૂષણ એ I છે કે “આખા જગતને કયારે આ શાસનને શરણે લાવું.' ચોથું આભૂષણ ની
ભકિત છે. આ ભક્તિ માટે શ્રેણિક મહારાજનું ઉદાહરણ બસ છે, પાંચમું આભૂષણ તે કુશળતા છે. આ પાંચે આભૂષણે દ્વારા સમ્યકત્વને શોભાવવું તે પ્રત્યેક જાવકની ફરજ છે)
(૧)
વિચાર-પલટ કરે. શાસ્ત્રકાર મહારાજા કલિકાળસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજીએ. ભવ્ય છે કે જેઓ મેક્ષની અભિલાષા રાખે છે, તેમને ઉપદેશ આપતાં એવું સૂચન કર્યું છે કે જેઓ મેક્ષની આશા રાખે છે તેમણે પિતાની ઇચ્છા પાર પાડવાને માટે સૌથી પહેલાં પોતાના અનાદિના વિચારોનું પરિવર્તન કરવાની જરૂર છે. જ્યાં સુધી એ અનાદિના વિચારોનું પરિવર્તન ન થાય અને શુદ્ધ વિચારોને ગ્રહણ કરવામાં ન આવે ત્યાં સુધી આત્માને મોક્ષ મળી શકે એ શક્ય જ નથી !!!