________________
r
૧
/
૬
:
દેવ-ગુરૂ-ધર્મ
૨૨૧. બીજું એ પણ વિચારવા જેવું છે કે ઈશ્વર દરેકને તેના કર્મ પ્રમાણેનું ફળ આપતો હોય તો પછી ઈશ્વર તો માત્ર એક વ્યવસ્થાપક જ બની જાય છે અને મહત્તા તો કર્મની જ વધી પડે છે ! આમ બધી. રીતે તપાસી લેતાં ઈશ્વર જ કર્મ ભેગવાવે છે એ માન્યતા આધાર વિનાની કરે છે. પણ ત્યારે આધારવાળું શું ? તેને જવાબ શોધી. કાઢવો જોઈએ.
જેવાં કર્મો તેવી જ દશા.. એને જવાબ જૈનશાસ્ત્રનું તત્ત્વજ્ઞાન અથવા જેને તમે આજે “લેસેણિી” કહે છે તે આપે છે જેન લેણી એમ કહે છે કે જીવજંતુ, માણસ, પશુપક્ષી, એ બધા પોતપોતાનાં કર્મો પ્રમાણે જ સારી-- નરસી દશા ભેગવી રહ્યાં છે અને આપણે જે પુણ્ય કે પાપ કર્યું છે, તેના ફળ રૂપે જ સારી યા નરસી અથવા અનુકૂળ કે પ્રતિકૂળ અવસ્થાએ આપણે ભોગવીએ છીએ. મરચું ખાઈએ તે કુદરતી જ છે કે તેથી મોઢામાં બળતરા બળશે. આ કુદરતી છે. તેમાં એમ માની લઈએ કે ઈશ્વરે બળતરા બનાવી, તે એ મૂર્ખાઈ નથી તે બીજું શું ? શરદી અને ઉષ્ણતા પોતપોતાના રવભાવ પ્રમાણે જ કામ કરે. છે. માણસ વિચારે કે શરદી-સળેખમ થવા દેવું નથી પરંતુ જે તે માણસ સાકરનું પાણી બનાવીને પીએ તો ? તો તો જરૂર સળેખમ થવાનું જ ! કારણ કે સાકરનો સ્વભાવ જ સળેખમ કરવાનું છે. તે. જ પ્રમાણે બાંધેલા પાપ-પુણ્યનાં ફળે પણ સ્વાભાવિક રીતે જ પાપપુણ્યના પુદ્ગલેના સ્વભાવાનુસાર ભેગવવાં પડે છે.
-
ઇશ્વરની ફરજ શું ?' વળી મગનભાઈ કર્મ કરે અને છગનભાઈને શિક્ષા થાય કે ઈનામ મળે એ પણ બનતું નથી. જે આત્મા કર્મ કરે છે તે જ તેનાં ફળ ભોગવે છે. ઈશ્વરનું કાર્ય માત્ર એક જ છે અને તે એ કે દુનિયાને ધર્મ જણાવો. સૂર્ય અજવાળું કરે છે, એ અજવાળાને લાભ લઈ એક માણસ રસ્તે ચાલતાં કૂવામાં પડતું નથી. બીજે માણસ રસ્તે ચાલતાં આંખ મીંચીને ચાલે છે અને કૂવામાં પડે છે. આ