________________
દેવ-ગુરૂધર્મ
જગતની સત્તાઓએ સજા શા માટે રાખી છે ?
માત્ર પ્રજાને વ્યવસ્થિત રાખવા કે જેથી વેપારધંધાને વિકાસ થાય, અર્થની પ્રાપ્તિ થાય અને દેશ આબાદ બને.
ઇશ્વરમાં ફળ આપવાની શકિત જ નથી. ખરી રીતે તે પદાર્થમાં જ ગુણ આપવાની શક્તિ રહેલી. છે. કોઈએ હરડે ખાધી અને રેચ લાગ્યો, તે રેચ કેણે લગાડે ? હરડે એ કે કોઈ બીજાએ? એક માણસે ઝેર લીધું અને તે મરી ગયે; એને કોણે માર્યો? તે ઝેર વડે મરી ગયે કે બીજા કોઈ એ મારી નાંખ્યો ? સાકરને સ્વભાવ મીઠાશ છે. અફીણને સ્વભાવ કડવાશને અને મત આપવાનો છે. હરડેને સ્વભાવ રેચ લાગવાને છે. અર્થાત્ દરેક પદાર્થોમાં જે સ્વભાવ રહેલો છે, તેવા તેવા કામ થાય છે. એ જ પ્રમાણે આત્મામાં લાગેલા પુણ્ય-પાપ પિતપોતાના ગુણ અને સ્વભાવ પ્રમાણે ઉત્તમ કિંવા અધમ કાર્યો કરે છે. આ રીતે પુણ્ય-પાપ વગેરેને લીધે ફળ મળતું હોવા છતાં એમ જ માની લઈએ કે ઈશ્વર જ ફળ આપે છે તે તે ચેખે દુરાગ્રહ જ છે. અને આમ છતાં જે ઈશ્વર જ કર્તા હર્તા છે અને સઘળા ફળાનો આપનાર છે, એમ પણ માની લઈ એ તે પછી કર્મની અને તેની મહત્તાની જરૂર જ કયાં રહેવા પામે છે ?
ફળનો પિતા કમ છે. સાકરમાં મીઠાશને ગુણ છે અને અફીણમાં કડવાશને ગુણ છે. તે હવે એ સાકર અને અફીણ એને વિવેક કણ કરશે ! જે વિવેકી હશે તે જ બંને વસ્તુને પારખી શકશે. બેમાંથી મીઠાશવાળી સાકરનું ગ્રહણ કરશે અને કડવાશવાળા અફીણુને ત્યાગ કરશે. તે જ પ્રમાણે સમજણવાળે આત્મા પુણ્ય અને પાપને પણ જરૂર વિવેક કરશે જ. જગતમાં યશ, અપયશ કેવી રીતે મળે છે તે વિચારે તમે સારું કામ કરશે તે યશ મળશે અને ખરાબ કામ કરશે તે અપયશ મળશે ! એ યશ અને અપયશ કેને લીધે મળે છે ? એ કામમાં યશ કિંવાઅપયશ આપવાનો સ્વભાવ જ રહ્યો છે તેને લીધે તે મળે છે.