________________
૨૧૮
- આનંદ પ્રવચન દર્શન શક્તિ રહેલી છે ? જગતના સઘળા ન્યાયાધીશ શિક્ષા કરનારા અને તે ભગવાનનારા હોય છે. એ હિસાબે જગતમાં આત્માને અંગે પણ જે અધમ કાર્યો કરનારા છે, તેને અંગે શિક્ષા દેવી અને તે ભગવાવવી એને માટે કઈ વ્યકિત જરૂર હોવી જ જોઈએ.
વારૂ, જગતમાં સાચે ન્યાય આપ એને ઈશ્વરી કાર્ય માનવામાં આવે છે અને જે એ ઈશ્વર કામ જ છે તે પછી ન્યાય આપનારા અને તેનું પાલન કરનારા રાજા, પ્રધાન, ન્યાયાધીશો એમણે શા માટે સંન્યાસ લેવો જોઈએ ? કિંવા તેમણે શા માટે નીતિમય જીવન પણ ગાળવું જોઈએ?
ગુનાની બાબતમાં જગતમાં સજા ભેગવાવવી એ ઈશ્વરી કામ માનીએ, પરંતુ ઘણી વખત આપણે પ્રત્યક્ષ જગતમાં જોઈએ છીએ કે બીનગુનેગાર માર્યો જાય છે અને ગુનેગાર ટી જાય છે? તે આ અન્યાય. મટાડવાની ઈશ્વરની ફરજ ખરી કે નહિ? એવે વખતે ઈશ્વર કયાં સૂઈ જાય છે? મનુષ્યો ગુને કરે, બીજાનું ખૂન કરે કિંવા એવાં જ કાર્યો કરે તે તેને એ કાર્યોને અંગે સજાને નિયમ છે પરંતુ જંગલમાં પશુઓનું શું? મહાસાગરમાં રહેતાં માછલાંઓનું શું ! એક પશુ બીજાને મારી નાખે છે, એક માછલું બીજા માછલાને મારી નાંખે છે. ત્યારે શું ઈશ્વરના ન્યાયી રાજ્યમાં આ સઘળા ઓને અન્યાય કરવાને ઈજારો મેળવેલ છે? ૧ ખૂનને બદલે ફાંસી તે ૧૦૦ ખૂનને બદલે શું ?
જગતના વ્યવહારોમાં સંસારની રાજસત્તાએ જે સજાએ કરે છે તે તેમના રાજ્યની રક્ષા અને પ્રજાની ઉન્નતિ માટે છે ! એક માણસ બીજા કોઈ એક માણસનું ખૂન કરે છે. આ ખૂનીને શિક્ષા શી થશે ? મતની. પણ એ જ માણસે ૧૦૦ ખૂન કર્યા ! હવે શિક્ષા શી થશે? તે પણ ફાંસી !! એક ખૂનને બદલે પણ ફાંસી અને ૧૦૦ ખૂનને બદલે પણ ફાંસી !!! આ માણસ એક ગુને કરે અને ૧૦૦ ગુના કરે તે પણ શું તે સરખું જ ! નહિ જ !! પણ કરે શું ? અ. બાબતમાં જગતની સત્તાઓને કશે ઉપાય નથી?